પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ગેંગરેપ કેસમાં 3 આરોપીઓની ધરપકડ, CM મમતા બેનર્જીએ કોલેજ મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ
- પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં MBBS વિદ્યાર્થિની ગેંગરેપની ઘટના
- આ ગેંગરેપ ઘટના મામલે CM મમતા બેનર્જીએ મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ
- આ કેસમાં પોલીસે હાલ 3 લોકોની ધરપકડ કરી છે, અન્યને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 23 વર્ષીય MBBS વિદ્યાર્થિની પર થયેલા કથિત ગેંગરેપની (DurgapurGangRapeCase) ઘટનાથી ફરી એકવાર રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઘૃણાસ્પદ કૃત્યની આખા રાજ્યમાં અને દેશભરમાં ટીકા થઈ રહી છે.આ ગેંગરેપ ઘટના મામલે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરીને કોલેજ મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા છે.
DurgapurGangRapeCase: CM બેનર્જીએ કોલેજ મેનેજમેન્ટ સામે ઉઠાવ્યા સવાલ
નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મમતા બેનર્જીએ(Mamata Banerjee) આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને કોલેજ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા છે.મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટના પર આઘાત વ્યક્ત કર્યો હતો, પરંતુ સાથે જ તેમણે પીડિતા રાત્રે કોલેજ કેમ્પસની બહાર કેમ હતી..? તે અંગે પણ પ્રશ્ન કર્યો હતો.મમતા બેનર્જીએ કહ્યું કે પીડિતા ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ ઘટના માટે કોણ જવાબદાર છે? તે રાત્રે 12:30 વાગ્યે કેવી રીતે બહાર નીકળી ગઈ?તેમણે વધુમાં કહ્યું, "પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં." મુખ્યમંત્રીના મતે રાજ્ય સરકાર આવી ઘટનાઓ માટે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. તેમણે ખાનગી કોલેજોને પણ તેમના કેમ્પસની આસપાસ કડક સુરક્ષા લાગુ કરવાની અને વિદ્યાર્થીનીઓને રાત્રે બહાર ન નીકળવા દેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
DurgapurGangRapeCase: ઓડિશાના મુખ્યમંત્રીએ પણ કાર્યવાહીની માંગ કરી
ઓડિશાના જાલેશ્વરની રહેવાસી આ MBBSની બીજા વર્ષની વિદ્યાર્થીની શુક્રવારે રાત્રે દુર્ગાપુરના એક ખાનગી મેડિકલ કોલેજ કેમ્પસની બહાર એક મિત્ર સાથે ડિનર માટે બહાર ગઈ હતી, ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. પીડિતાની સારવાર ચાલી રહી છે અને પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે. આ ઘટના બાદ રાજકીય માહોલ પણ ગરમાયો છે, જેમાં ભાજપે રાજ્ય સરકાર પર મહિલા સુરક્ષાના મામલે નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે વિપક્ષને આ ઘટનાનું રાજકારણ ન કરવા વિનંતી કરી છે.ઓડિશાના મુખ્યમંત્રીએ પણ કડક કાર્યવાહીની માંગ કરી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા પણ આ મામલાની નોંધ લેવામાં આવી છે અને પશ્ચિમ બંગાળના DGP પાસેથી 5 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગાઝા શાંતિ સંમેલન: ઇજિપ્તે PM મોદીને નિમંત્રણ આપ્યું, ટ્રમ્પ સાથે મુલાકાત?