સંભલમાં મળ્યું 46 વર્ષ જુનુ અતિપવિત્ર મંદિર, ગુપ્ત કુવાના દર્શન કરવા માટે ભક્તોની પડાપડી
- જે મસ્જિદ માટે તોફાન થયું તે સંભલમાં મળ્યું મંદિર
- કલેક્ટરે મંદિર સ્વચ્છ કરાવીને પુજા ચાલુ કરાવી
- ખોદકામ દરમિયાન પવિત્ર કુવો પણ મળી આવ્યો
લખનઉ : UP ના સંભલ જિલ્લામાં ખગ્ગુસરાય સરાયમાં 46 વર્ષ બાદ મંદિરના દ્વાર ખુલ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં આ મંદિર અનેક વર્ષોથી બંધ કરાવાયું હતું. જિલ્લા તંત્રએ આ મંદિરની સફાઇ કરાવી છે. જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન એક કૂવો પણ મળ્યો છે.
યુપીના સંભલમાં જ્યાં હીંસા થઇ ત્યાં મંદિર મળ્યું
યુપીના સંભલ જિલ્લામાં ખગ્ગુસરાય સરાયમાં 46 વર્ષ બાદ મંદિરના દ્વારા ખોલવામાં આવ્યા છે. ડીએમ-એસપીના ચલાવાયેલા અભિયાનમાં માહિતી મળી કે વિસ્તારમાં એક મંદિર બંધ છે. ઘટના સ્થળ પર પહોંચીને મંદિરને ખોલાવવામાં આવ્યું. મંદિરની સાફ સફાઇ કરવામાં આવી અને આ દરમિયાન એક કૂવો પણ મળી આવ્યો હતો. હાલ તો કુવાને પણ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. મંદિર રસ્તોગી પરિવારના કુલગુરૂઓનું હોવાનું જણાવાઇ રહ્યું છે. લોકોનો દાવો છે કે અહીં આસપાસના વિસ્તારમાં અનેક મંદિરો પર કબ્જો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તે જ વિસ્તાર છે જ્યાં હિંસા થઇ હતી અને ચાર લોકોના જીવ ગયા હતા.
આ પણ વાંચો : Surat: ભારે કરી! આ ભાઈએ તો નોકરી ના કરવા માટે પોતાની આંગળીઓ જ કાપી નાખી! પોલીસને પણ ગોથે ચડાવી
કલેક્ટરે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું
ડીએમએ જણાવ્યું કે, આજે સવારે એક સર્ચ ઓપરેશન દરમિયાન અભિયાન ચલાવાયું છે. આ દરમિયાન વીજળી ચોરીની વાત સામે આવી. મસ્જિદોમાં વીજળી ચોરી કરવામાં આવી રહી છે. બીજી તરફ મંદિર બંધ હોવાની પણ વાત સામે આવી. આ પ્રસંગે પહોંચીને તપાસ કરવામાં આવી. મંદિરના દ્વારા ખોલાવવામાં આવ્યા. મંદિરની સાફ સફાઇ કરી. જેસીબીથી ખોદકામ દરમિયાન કૂવો પણ મળી આવ્યો. ડીએમએ કહ્યું કે, બિનકાયદેસર કબ્જેદારનું એક્શન લેવામાં આવ્યું. તેવામાં લોકોને પ્રતિબંધિત કરવામાં આવશે.
તોફાનો બાદ હિન્દુ પલાયન
અહીંના લોકોનું કહેવું છે કે, તોફાનો બાદ આ વિસ્તારમાં હિન્દુ પલાયન કરી ગયા હતા. વર્ષોથી આ મંદિર બંધ કરી દેવાયું હતું. મંદિર પર કબ્જો લેવામાં આવ્યો. આજે તંત્રએ આ મંદિરને ફરીથી ખોલાવી દીધું હતું. તંત્રએ લોકોના કહ્યા બાદ જેસીબી ચલાવડાવ્યું હતું. આ દરમિયાન એક કૂવો મળી ગયો હતો. ત્યાર બાદ તંત્રએ સમગ્ર મંદિરની સફાઇ કરાવી. ત્યાર બાદ લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા. મંદિરમાં સાફ સફાઇ બાદ પુજા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સંસદમાં PM મોદીનું ધારદાર સંબોધન, કોંગ્રેસને યાદ અપાવી તેમની ભૂતકાળની ભૂલો
કુવા તથા તીર્થોના દબાણો દૂર કરી રહ્યા છે કલેક્ટર
કલેક્ટર સંભલની ધાર્મિક થા ઐતિહાસિક ઓળખ રહેલા કુવા તથા તીર્થો અતિક્રમણ મુક્ત કરાવીને તેમને સૌંદર્યીકરણની વ્યાપક યોજના પર પણ કામ કરી રહ્યા છે. તેમને પૂર્વ સ્વરૂપમાં લાવવા માટે અનેક સ્થળો પર દબાણ હટાવાઇ રહ્યું છે. ત્યાર બાદ જમીનની માલિકીની પણ તપાસ શરૂ કરવામાં આવશે. બંન્ને અધિકારીઓએ મસ્જિદની સામે મોહલ્લા કોટ પૂર્વીમાં રસ્તા પર દબાણ અને બિનકાયદેસરનું પણ નિરીક્ષણ કર્યું.
આ પણ વાંચો : Bharuch: લ્યો બોલો! સાયબર ઠગો ખુદ પોલીસને પણ છેતરી ગયા, બેંક કર્મીની ઓળખ આપી 5 લાખ ખંખેર્યા