Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI : મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને 5.93 કરોડનો દંડ

Reserve Bank of India : મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને 5.93 કરોડનો દંડ  ( fined) ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. RBIના નિર્દેશો (Guidelines)નું પાલન નહીં કરતા Reserve Bank of India એ દંડ ફટકાર્યો છે. બેંકને અપાયેલી નોટિસ બાદ પણ 5...
rbi   મહેસાણા અર્બન કો ઓપરેટીવ બેંકને 5 93 કરોડનો દંડ
Advertisement

Reserve Bank of India : મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને 5.93 કરોડનો દંડ  ( fined) ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. RBIના નિર્દેશો (Guidelines)નું પાલન નહીં કરતા Reserve Bank of India એ દંડ ફટકાર્યો છે. બેંકને અપાયેલી નોટિસ બાદ પણ 5 ખામીઓ નીકળતા દંડ ફટકારાયો હોવાનું જાણવા મળે છે.

નોટિસ બાદ 5 ખામીઓ નીકળતા દંડ ફટકારાયો

Advertisement

RBIએ મહેસાણા અર્બન બેંકને દંડ ફટકાર્યો છે. મળેલી માહિતી મુજબ RBIના નિર્દેશોનું પાલન નહીં કરતા બેંકને દંડ ફટકાર્યો છે. 31 માર્ચ 2022ના રોજ બેંકનું વૈધાનિક નિરીક્ષણ કરાયું હતું અને નિર્દેશોનું પાલન કરવા પત્ર વ્યવહારથી સૂચના પણ અપાઈ હતી. બાદમાં બેંકને કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. નોટિસ બાદ 5 ખામીઓ નીકળતા દંડ ફટકારાયો છે.

Advertisement

આ કારણોસર ફટકારાયો દંડ

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક લી.ને 5.93 કરોડનો દંડ ફટકારાતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. મળેલી માહિતી મુજબ ધિરાણ સુવિધાઓ મંજૂર અથવા નવીનીકરણ કરી હતી, જ્યાં ડિરેક્ટરો અથવા તેમના સંબંધીઓ રસ ધરાવતા હતા અને સાયબર સુરક્ષા ફ્રેમવર્ક હેઠળ સાયબર સુરક્ષા નિયંત્રણ પગલાં પણ લેવાયા નથી . ઉપરાંત NPA નોન પર્ફોર્મિંગ એસેટ્સ તરીકે અમુક ઉધાર લેનારાઓની ધિરાણ સુવિધાઓનું વર્ગીકરણ નથી . ઘણા વ્યક્તિગત ગ્રાહકોને બહુવિધ અનન્ય ગ્રાહક ઓળખકાર્ડ ફાળવ્યા હતા તથા ટ્રસ્ટ કે સંસ્થાને દાન આપ્યું જેમાં તેના ડિરેક્ટર હોદા પર હતા કે રુચિ ધરાવતા હતા.

આ પણ વાંચો--- Anand : મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત

આ પણ વાંચો--- Shaktisinh : ગેરકાયદેસર ખનનમાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારી જવાબદાર

આ પણ વાંચો--- Gujarat માં ખતરનાક વાઇરસના દેખા! નામ છે ચાંદીપુરા; અત્યાર સુધી 5 બાળકોના મોત

આ પણ વાંચો--- Gondal: PGVCL ની બેદરકારીએ ફરી લીધો જીવ! હડમતાળા ગામે વીજ કરંટ લાગવાથી ખેડૂતનું મોત

Tags :
Advertisement

.

×