ભારતીય રેલ્વેના કાફલામાં 5 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો જોડાઈ, PM મોદીએ આપ્યું ગ્રીન સિગ્નલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભોપાલના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પહોંચ્યા છે. જ્યા પહોંચી તેમણે ભારતીય રેલ્વેના કાફલામાં 5 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને ગ્રીન સિગ્નલ આપી જોડી છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલથી આ પાંચ ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યું છે. આ 5 ટ્રેનોમાંથી બે મધ્યપ્રદેશથી, એક દક્ષિણ ભારતમાંથી, એક બિહારમાંથી જ્યારે એક ટ્રેન મુંબઈ-ગોવા વચ્ચે દોડાવવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ 5 વંદે ભારત ટ્રેનોને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી એક કાર્યક્રમ દ્વારા ફ્લેગ ઓફ કર્યું
વડાપ્રધાન મોદીએ સોમવારે ટ્વીટ કર્યું હતું કે, તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 27 જૂને ભોપાલમાં હશે. સૌપ્રથમ, 5 વંદે ભારત ટ્રેનોને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી એક કાર્યક્રમ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ટ્રેનો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં કનેક્ટિવિટી સુધારશે. જણાવી દઇએ કે, પાંચ વંદે ભારત ટ્રેનોમાં ભોપાલ (રાણી કમલાપતિ) - ઇન્દોર વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ, રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશે થાય છે. ભોપાલ (રાણી કમલાપતિ) – ઈન્દોર, વંદે ભારત એક્સપ્રેસ મધ્યપ્રદેશના બે મહત્વપૂર્ણ શહેરો વચ્ચે સરળ અને ઝડપી મુસાફરીની સુવિધા આપશે. પ્રદેશમાં સાંસ્કૃતિક, પર્યટન અને ધાર્મિક સ્થળો સાથે જોડાણમાં સુધારો કરશે.
શું કહ્યું વડાપ્રધાન મોદીએ ?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો વડાપ્રધાન અને મુખ્યમંત્રી સફળ નીતિ બનાવે છે, તો સ્વીકારો કે તેમાં બૂથ સ્તરની માહિતીની મોટી શક્તિ છે. તેમણે કહ્યું કે, અમે એસી રૂમમાં બેસીને પાર્ટીઓ ચલાવનારા અને ફતવા બહાર પાડનારાઓમાંથી નથી. અમે એવા લોકો છીએ જે ગામડે ગામડે જઈને દરેક હવામાન અને દરેક પરિસ્થિતિમાં લોકો વચ્ચે વિતાવીએ છીએ. તેમણે કહ્યું કે, ભાજપની બૂથ કમિટીની ઓળખ સેવાથી થવી જોઈએ, સેવા સાથે હોવી જોઈએ. બૂથની અંદર સંઘર્ષની જરૂર નથી, સેવા જ એકમાત્ર માધ્યમ છે.
આ પણ વાંચો - ટામેટાના ભાવ તમારા ખિસ્સાને સળગાવવા તૈયાર, પ્રતિ કિલોનો ભાવ આંખમાં લાવી દેશે આસું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.