Vrindavan: બાંકે બિહારી મંદિર પાસે ઘરની બાલ્કની પડવાથી 5 લોકોના મોત
વૃંદાવન (Vrindavan)માં બાંકે બિહારી મંદિર (Banke Bihari temple) પાસે એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઘરની બાલ્કની પડવાથી 5 લોકોના મોત થયા છે અને લગભગ 8 થી 10 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાનરોના બે જૂથ વચ્ચેના...
Advertisement
વૃંદાવન (Vrindavan)માં બાંકે બિહારી મંદિર (Banke Bihari temple) પાસે એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઘરની બાલ્કની પડવાથી 5 લોકોના મોત થયા છે અને લગભગ 8 થી 10 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાનરોના બે જૂથ વચ્ચેના ઝઘડાને કારણે બાલ્કની નીચે પડી ગઈ હતી, જેના કારણે આ મોટો અકસ્માત થયો હતો. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ક્યાં થયો અકસ્માત?
વિષ્ણુ બાગના લોકોના ઘરની જર્જરિત બાલ્કનીના કારણે આ ઘટના બની હતી. વૃંદાવનના બાંકે બિહારી અને સ્નેહ બિહારી મંદિરો પાસે આ ઘટના બની હતી. આ અકસ્માત થતાં જ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
શ્રદ્ધાળુઓને અસર
ઘણી જહેમત બાદ આસપાસના લોકોએ કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવાયા છે.. આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓને અસર થઈ છે. આ લોકો મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા અને દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ઘટનાસ્થળે પોલીસ દળ તૈનાત છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો----INDEPENDENCE DAY : ‘આવતા વખતે પણ હું ઘ્વજ ફરકાવીશ’, PM મોદીના નિવેદન પર વિપક્ષનો પ્રહાર, ખડગે અને લાલુએ કર્યો કટાક્ષ


