ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nepal ની જેલોમાંથી ફરાર થયા 6000 કેદી ; ભારતમાં ઘૂસતા 5 કેદીઓને સેનાએ પકડી પાડ્યો

Nepal જેલમાંથી ભાગેલા 5 કેદીઓ SSBએ ઝડપ્યા: ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કહ્યું "નેપાળ નહીં જઈએ"
04:03 PM Sep 10, 2025 IST | Mujahid Tunvar
Nepal જેલમાંથી ભાગેલા 5 કેદીઓ SSBએ ઝડપ્યા: ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, કહ્યું "નેપાળ નહીં જઈએ"

સિદ્ધાર્થનગર : નેપાળમાં ( Nepal ) ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસાને કારણે દેશની 18 જિલ્લાઓની જેલોમાંથી આશરે 6,000 કેદીઓ ફરાર થયા છે. આ દરમિયાન, નેપાળની (Nepal) દિલ્લીબજાર જેલમાંથી ભાગેલા 5 કેદીઓએ ભારત-નેપાળ સરહદે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, સશસ્ત્ર સીમા બળ (SSB)એ તેમને ઝડપી લઈને પોલીસને સોંપ્યા છે. SSBએ આ ધરપકડો સરહદ પર સઘન તપાસ દરમિયાન કરી હતી.

કેદીઓનું નિવેદન : "ભારતીય જેલમાં રહીશું પણ Nepal નહીં જઈએ"

SSBએ પકડેલા આ કેદીઓ સાથે વાતચીત કરી જેમાં તેમણે જણાવ્યું કે નેપાળમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને ત્યાં લોકોની હત્યા થઈ રહી છે. કેદીઓએ કહ્યું, "અમે ભારતીય જેલમાં રહેવા તૈયાર છીએ પરંતુ નેપાળ પાછા નહીં જઈએ." આ નિવેદન નેપાળની વર્તમાન અરાજકતા અને ભયનું વાતાવરણ દર્શાવે છે.

આ પણ વાંચો- France Protests: નેપાળ બાદ હવે ફ્રાન્સમાં સરકાર સામે મોટો વિરોધ, રસ્તાઓ પર આગચંપી અને તોડફોડ

શું છે Nepal હિંસાનો આખો મામલો?

નેપાળમાં સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, X) પર પ્રતિબંધ મૂક્યો છે. જેના વિરોધમાં જેન-ઝી (જનરેશન ઝી)ના યુવાનોના નેતૃત્વમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ પ્રદર્શનો હિંસક બન્યા જેમાં 20થી વધુ લોકોના મોત થયા અને ઘણી ઇમારતોને આગ લગાડવામાં આવી રહી છે. નેતાઓના ઘરો પર હુમલા થયા જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલનું ઘર સળગાવવામાં આવ્યું હતુ, જેમાં તેમની પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારનું મૃત્યુ થયું છે. પીએમ કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ પણ હિંસા શાંત થઈ નથી.

Nepal માં અરાજકતા અને સેનાનું નિયંત્રણ

હિંસક પ્રદર્શનોને કારણે નેપાળની રાજધાની કાઠમાંડુ યુદ્ધનું મેદાન બની ગઈ છે. પોલીસે મોટા ભાગના પોસ્ટ છોડી દીધા છે. નેપાળી સેનાએ દેશની કમાન સંભાળી છે. સેનાએ સાંજે 5 વાગ્યાથી દેશવ્યાપી કર્ફ્યુ લાગુ કર્યો છે અને દિલ્લીબજાર જેલ સહિત અન્ય જેલોની સુરક્ષા માટે સૈન્ય તૈનાત કર્યું છે, જેથી વધુ જેલબ્રેક રોકી શકાય. સેના પ્રદર્શનકારીઓ સાથે વાતચીત દ્વારા સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ભારત-Nepal સરહદ પર ઉચ્ચ સતર્કતા

આ ઘટનાને પગલે ભારતે નેપાળ સાથેની 1,751 કિલોમીટર લાંબી સરહદ પર સુરક્ષા વધારી છે. SSBએ સિદ્ધાર્થનગર, બહરાઈચ, અને અન્ય સરહદી જિલ્લાઓમાં ચેકિંગ તેજ કરી છે. ઉત્તર પ્રદેશના DGP રાજીવ કૃષ્ણએ 24-કલાક સતર્કતાનો આદેશ આપ્યો છે. ભારતે નેપાળ સાથેની ફ્રેન્ડશિપ બસ સેવા પણ સ્થગિત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને નેપાળની હિંસા અને યુવાનોના મોત પર ચિંતા વ્યક્ત કરી, શાંતિની અપીલ કરી છે.

ગુજરાતી પ્રવાસીઓની સ્થિતિ અને ભારતના પ્રયાસો

નેપાળની અરાજકતામાં અમદાવાદના મણિનગર, શાહીબાગ, અને રાણીપ વિસ્તારોના 100થી વધુ ગુજરાતી પ્રવાસીઓ ફસાયેલા છે, જેમાંથી મોટા ભાગના વૃદ્ધો છે. તેઓ ત્રિભુવન એરપોર્ટ પર હિંસા અને ટીયર ગેસના હુમલાઓ વચ્ચે ફસાયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર જણાવ્યું કે રાજ્ય વહીવટ વિદેશ મંત્રાલય (MEA) સાથે સંપર્કમાં છે, અને ભારતીય દૂતાવાસના નંબર ( 977-9808602881, 977-9810326134) જારી કર્યા છે. ગુજરાતી પ્રવાસીઓએ MLA અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, હર્ષદ પટેલ, અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના અંગત મદદનીશ પાસે મદદ માંગી છે.

આ પણ વાંચો- Vadodara : મહિલાને હથિયાર બતાવી ધમકાવનાર શખ્સ સહિત બે ઝબ્બે, નકલી પિસ્તોલ જપ્ત

Tags :
#GujaratiTraveller#IndiaNepalBorder#KathmanduAnarchy#NepalArmy#NepalJailbreak#NepalViolence#SSBArrestCurfewNepalSiddharthnagarSocialMediaBan
Next Article