Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : વડાલી પાસે બંદૂકની અણીએ 65 લાખની સનસનાટીભરી લૂંટ

સાબરકાંઠામાં બંદૂકની અણીએ 65 લાખની લૂંટ વડાલીના શ્યામનગર બે શખ્સોએ ચલાવી લૂંટ નંબર વગરની ગાડીમાંથી બે શખ્સ આવ્યા હતા કાર ચાલક પાસેથી 65 લાખ લૂંટી શખ્સો ફરાર પોલીસે વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસેના શ્યામનગર પાસે...
sabarkantha   વડાલી પાસે બંદૂકની અણીએ 65 લાખની સનસનાટીભરી લૂંટ
Advertisement

સાબરકાંઠામાં બંદૂકની અણીએ 65 લાખની લૂંટ
વડાલીના શ્યામનગર બે શખ્સોએ ચલાવી લૂંટ
નંબર વગરની ગાડીમાંથી બે શખ્સ આવ્યા હતા
કાર ચાલક પાસેથી 65 લાખ લૂંટી શખ્સો ફરાર
પોલીસે વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસેના શ્યામનગર પાસે બંદૂકની અણીએ 65 લાખ રુપિયાની લૂંટ થતાં સનસનાટી મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહંચી છે. પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને ચેકિંગ શરુ કર્યું છે.

Advertisement

વડાલી પાસે આ લૂંટની ઘટના

Advertisement

સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે આ લૂંટની ઘટના બની છે. વડાલીના શ્યામનગર પાસે અલ્ટો કાર ચાલક 65 લાખ રુપિયા લઇને જઇ રહ્યો હતો ત્યારે નંબર વગરની અન્ય એક ગાડીમાં 2 શખ્સ આવ્યા હતા અને કાર ચાલકને આંતરીને બંદૂક બતાવી કાર ચાલક પાસે રહેલા 65 લાખ રુપિયાની લૂંટ ચલાવી હતી.

લૂંટારા નંબર વગરની બલેનો ગાડીમાં ધસી આવ્યા

લૂંટારા નંબર વગરની બલેનો ગાડીમાં ધસી આવ્યા હતા અને અલ્ટો કારને રોકીને કાર ચાલક પાસેથી મોટી રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા ભરની પોલીસને એલર્ટ કરી દેવાઇ છે અને તપાસનો ધમધમાટ શરુ થયો છે. અલ્ટો કાર ચાલક વડાલી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને તેની ફરિયાદ લઇને તપાસ શરુ કરાઇ છે.

આ પણ વાંચો----જૂનાગઢમાં પુષ્ટિ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થશે, મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટ્યાં

Tags :
Advertisement

.

×