Baba Siddique કેસમાં સ્પેશિયલ સેલ એક્શનમાં, Delhi પોલીસને મળી મોટી સફળતા...
- લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર સ્પેશિયલ સેલની તવાઈ
- લલોરેન્સના 7 શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી
- શૂટરો પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા
લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગના 7 શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલ બાબા સિદ્દીકી (Baba Siddique) હત્યા કેસને લઈને લોરેન્સ ગેંગના તમામ ધરપકડ કરાયેલા શૂટર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી જાણકારી અનુસાર, દિલ્હી (Delhi) પોલીસના સ્પેશિયલ સેલે લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગના આ શૂટરોની ધરપકડ કરી છે. તમામ શૂટરોનીપંજાબ અને આસપાસના રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હી (Delhi) પોલીસના સ્પેશિયલ સેલે સમગ્ર દેશમાં લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ સાથે સંકળાયેલા ગુનેગારોના ઠેકાણાઓ પર દરોડા પડ્યા છે. પોલીસના આ દરોડા પછી 7 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પણ લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ પર સકંજો કસ્યો છે. NIA એ લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ના ભાઈ અનમોલ બિશ્નોઈ ઓઅર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ પણ ગેંગસ્ટર સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપી છે.
આ પણ વાંચો : Maharashtra Election : એકનાથ શિંદેનો મેગા પ્લાન, આદિત્ય ઠાકરે સામે આ દિગ્ગજ નેતાને મળશે ટિકિટ
અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ...
આ પહેલા NIA એ લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ના નાના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ અંગે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનમોલ બિશ્નોઈ ગયા એપ્રિલમાં અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં તેની કથિત સંડોવણી માટે NIA દ્વારા વોન્ટેડ છે અને તેને એજન્સીની મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં પણ મૂકવામાં આવ્યો છે. અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કેનેડામાં રહેતો હોવાનું માનવામાં આવે છે અને તે નિયમિતપણે US ની મુલાકાત લે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા મહિને તેના માથા પર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : NDA સરકારની નીતિઓ નિષ્ફળ, Jammu and Kashmir માં આતંકીઓ ફરી બેફામ - Rahul Gandhi
Baba Siddique ની 12 ઓક્ટોબરે હત્યા થઇ...
તેમણે કહ્યું કે, મુંબઈના બાંદ્રામાં 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકી (Baba Siddique)ની હત્યા પાછળ કથિત રીતે અનમોલનો હાથ હોવાનું માનવામાં આવે છે. મુંબઈની એક કોર્ટે તાજેતરમાં સલમાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં સામેલ બે આરોપીઓમાંથી એકને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, તેણે આ કૃત્ય અનમોલ બિશ્નોઈના કહેવા પર સલમાનની હત્યા કરવાના ઈરાદાથી અથવા જાણથી કર્યું હતું. પંજાબના ફાઝિલ્કાના રહેવાસી અનમોલ અને લોરેન્સને આ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. લોરેન્સ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની જવાબદારી સ્વીકારનાર અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Cyclone Dana : વૃદ્ધનો જીવ બચાવતી આશા વર્કરની હૃદયસ્પર્શી સેવા