Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં 70માં ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન, કાર્તિક આર્યનને ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે બેસ્ટ એકટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો

અમદાવાદમાં 70માં ફિલ્મફેર એવોર્ડ્સનું  ભવ્ય આયોજન  કાર્તિક આર્યનને  ફિલ્મ  ચંદુ ચેમ્પિયન  માટે બેસ્ટ એકટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો
Advertisement

ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ, 70મા Filmfare Awards નું આજે શનિવારે ગુજરાતના અમદાવાદમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.હિન્દી સિનેમાનો સૌથી ગ્લેમરસ અને પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ સમારોહ અમદાવાદમાં શરુ થઇ ગયો છે. 70મો ફિલ્મફેર એવોર્ડ્સ 2025 અમદાવાદના EKA એરેના ખાતે શરૂ થઇ ગયો છે, જ્યાં બોલીવુડ સ્ટાર્સ પોતાનું ગ્લેમર અને પ્રતિભા દર્શાવી રહ્યા છે.આ મેગા ઇવેન્ટમાં 17 વર્ષ બાદ  કિંગ ખાને હોસ્ટ કર્યું છે. આ વર્ષના 70મા ફિલ્મફેર એવોર્ડ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને 17 વર્ષના લાંબા ગાળા પછી આ સમારોહનું સંચાલન કર્યું. તેમણે પોતાના માર્કેદાર રમૂજ અને કરિશ્માથી દર્શકોને જીતી લીધા. શાહરૂખ સાથે આ વખતે કરણ જોહર અને મનીષ પોલ પણ હોસ્ટ તરીકે જોડાયા હતા. નોંધનીય છે કે, શાહરૂખ ખાને આ પહેલા 2003, 2004 અને 2007માં પણ આ શોને હોસ્ટ કર્યો હતો.

કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર

October 12, 2025 1:15 am

Advertisement

અભિનેતા કાર્તિક આર્યનને તેમની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' (Chandu Champion)માં પ્રેરણાદાયી અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતા (Best Actor)નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.

Advertisement

અભિષેક બચ્ચને કર્યું ધમાકેદાર પર્ફોમન્સ

October 12, 2025 12:52 am

70મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન જે દિવસે થયું, તે જ દિવસે એટલે કે 11મી ઑક્ટોબરના રોજ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન નો જન્મદિવસ પણ હતો.આ ખાસ અવસર પર, તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચને સ્ટેજ પર તેમના પિતાના લોકપ્રિય ગીતો પર ધમાકેદાર પર્ફોમન્સ આપીને તેમને ભાવનાત્મક ટ્રિબ્યુટ (Tribute) અર્પણ કર્યું હતું.

શ્રેષ્ઠ ડેબ્યૂ એક્ટરનો અવોર્ડ લક્ષ્ય લલવાની એ જીત્યો

October 12, 2025 12:31 am

અભિનેતા લક્ષ્ય લલવાનીને તેમની ફિલ્મ 'કિલ' (Kill) માં દમદાર પર્ફોમન્સ માટે શ્રેષ્ઠ નવોદિત અભિનેતા (Best Debut Actor - Male) નો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો છે.

શ્રેષ્ઠ ડેબ્યૂ એક્ટ્રેસ, નિત્તાન્શી ગોયલ

October 12, 2025 12:28 am

ફિલ્મ 'લાપતા લેડીઝ' (Laapataa Ladies) માં પોતાના પ્રભાવશાળી અભિનય માટે અભિનેત્રી નિત્તાન્શી ગોયલને શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી (Best Debut Actor - Female) નો પુરસ્કાર મળ્યો છે.

જાનકી બોડીવાળાનો મનમોહક અંદાજ

October 12, 2025 12:20 am

70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ઉપસ્થિત ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાળા 70મા હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ્સ 2025 માં ચહેરા પર સ્મિત સાથે મનમોહક લુક સાથે જોવા મળ્યા.

લાપતા લેડીઝ , 7 કેટેગરીમાં એવોર્ડ જીતીને ઝળકી

October 12, 2025 12:16 am

ફિલ્મ 'લાપતા લેડીઝ' (Laapataa Ladies) એ 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં અત્યાર સુધીમાં કુલ સાત કેટેગરીમાં એવોર્ડ જીતીને મોટી સફળતા મેળવી છે. આ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડાયલોગ (Best Dialogue), શ્રેષ્ઠ આલ્બમ (Best Music Album), શ્રેષ્ઠ કોસ્ચ્યુમ (Best Costume) અને શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર (Best Background Score) જેવી મુખ્ય શ્રેણીઓનો સમાવેશ થાય છે.ખાસ કરીને, ગુજરાતની દીકરી સ્નેહા દેસાઈને તેમના પ્રશંસનીય કાર્ય માટે શ્રેષ્ઠ સંવાદની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે

રવિ કિશનને બેસ્ટ સપોર્ટિગ એકટરનો ફિલ્મફેર એવોર્ડ

October 12, 2025 12:08 am

અભિનેતા રવિ કિશનને ફિલ્મ 'લાપતા લેડીઝ' (Laapataa Ladies) માં તેમના શાનદાર અભિનય માટે બેસ્ટ સપોર્ટિગ એકટર (Best Supporting Role - Male) નો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો છે

છાયા કદમને લાપતા લેડીઝ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ

October 12, 2025 12:03 am

અભિનેત્રી છાયા કદમને ફિલ્મ 'લાપતા લેડીઝ' (Laapataa Ladies) માં તેમના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (Best Supporting Role - Female) ની શ્રેણીમાં ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એવોર્ડ સ્વીકારતી વખતે છાયા કદમ સ્ટેજ પર ભાવુક થઈ ગયા અને કહ્યું:"મેં ઘણાં વર્ષો સુધી રાહ જોઈ, પણ એવોર્ડ ન મળ્યો. મેં વિચાર્યું હતું કે એવોર્ડ મળે કે ન મળે, તૈયાર થઈને તો જવું જ છે. મારા પર આટલો વિશ્વાસ રાખવા બદલ કિરણ રાવનો આભાર. હું વધારે નહીં બોલું, મને ખબર છે કે એડિટમાં કાપી નાખે છે. મારો આ એવોર્ડ તે બધા લોકો માટે છે, જે વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે.

આર્ટિકલ 370 માટે આદિત્ય ધર અને મોનલ ઠાકરને શ્રેષ્ઠ કહાણીનો એવોર્ડ

October 11, 2025 11:56 pm

ફિલ્મમેકર આદિત્ય ધર અને લેખક મોનલ ઠાકરને તેમની વિવાદાસ્પદ અને સફળ ફિલ્મ 'આર્ટિકલ 370' (Article 370) માટે સર્વશ્રેષ્ઠ વાર્તા (Best Story) નો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો છે.

આર્ટિકલ 370 માટે આદિત્ય ધર અને મોનલ ઠાકરને શ્રેષ્ઠ કહાણીનો એવોર્ડ

October 11, 2025 11:56 pm

ફિલ્મમેકર આદિત્ય ધર અને લેખક મોનલ ઠાકરને તેમની વિવાદાસ્પદ અને સફળ ફિલ્મ 'આર્ટિકલ 370' (Article 370) માટે સર્વશ્રેષ્ઠ વાર્તા (Best Story) નો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો છે.

ઑફ-શોલ્ડર ડ્રેસમાં અનન્યા પાંડેનો અનોખો અંદાજ

October 11, 2025 11:49 pm

અભિનેત્રી અનન્યા પાંડેએ રેડ કાર્પેટ પર ઑફ-શોલ્ડર (Off-shoulder) ડ્રેસમાં એન્ટ્રી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું. અન્ય સ્ટાર્સ કરતાં તેમનો લુક સૌથી અલગ અને આકર્ષક લાગી રહ્યો હતો.

ઑફ-શોલ્ડર ડ્રેસમાં અનન્યા પાંડેનો અનોખો અંદાજ

October 11, 2025 11:49 pm

અભિનેત્રી અનન્યા પાંડેએ રેડ કાર્પેટ પર ઑફ-શોલ્ડર (Off-shoulder) ડ્રેસમાં એન્ટ્રી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું. અન્ય સ્ટાર્સ કરતાં તેમનો લુક સૌથી અલગ અને આકર્ષક લાગી રહ્યો હતો.

દિવંગત શ્યામ બેનેગલને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

October 11, 2025 11:46 pm

ભારતીય સિનેમાના દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલ (દિવંગત)ને 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.

કુણાલ ખેમુને સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ

October 11, 2025 11:40 pm

અભિનેતામાંથી દિગ્દર્શક બનેલા કુણાલ ખેમુને તેમની પ્રથમ ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ' (Madgaon Express) માટે શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટરનો પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. તેમની કોમેડી ફિલ્મને દર્શકો અને વિવેચકો બંને તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

ઝીનત અમાનને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો

October 11, 2025 11:35 pm

અમદાવાદમાં યોજાયેલા 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં બોલિવૂડના આઇકોનિક અભિનેત્રી ઝીનત અમાનને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઉભરતી પ્રતિભાનો આર.ડી. બર્મન એવોર્ડ અચિંત ઠક્કરને

October 11, 2025 11:31 pm

મ્યુઝિક કમ્પોઝર અચિંત ઠક્કરને 'જિગરા' (Jigra) અને 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' (Mr. and Mrs. Mahi) ફિલ્મોમાં આપેલા સંગીત માટે સંગીતમાં ઉભરતી પ્રતિભાનો પ્રતિષ્ઠિત આર.ડી. બર્મન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

લાપતા લેડીઝ ફિલ્મના લોકપ્રિય ગીત માટે અરિજિત સિંહને બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ

October 11, 2025 11:26 pm

"70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં અરિજિત સિંહને 'લાપતા લેડીઝ' (Laapataa Ladies) ફિલ્મના લોકપ્રિય ગીત 'સજની' માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ એનાયત થયો.

કાજોલ બ્લેક સાડીમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી

October 11, 2025 11:24 pm

બ્લેક સાડીમાં કાજોલે રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઇલિશ અંદાજથી સૌને પ્રભાવિત કર્યા.

અદિતિ પોહણકરે રેડ કાર્પેટ પર કરી રસપ્રદ વાત

October 11, 2025 11:10 pm

અદિતિ પોહણકરે પણ રેડ કાર્પેટ પર કેટલીક રસપ્રદ વાતો શેર કરી.

અક્ષય કુમારે સ્ટેડિયમમાં બાઇક ચલાવી

October 11, 2025 11:06 pm

અક્ષય કુમારે "ભૂલ ભુલૈયા" અને "ટીપ ટીપ બરસા" સહિતના અનેક ગીતો પર ડાન્સ કર્યો. તેમણે સ્ટેડિયમમાં બાઇક ચલાવીને એક ગુજરાતી ગીત પણ ગાયું, જેનાથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા.

દિગ્ગજ કલાકારના પરિવારને ટ્રોફી

October 11, 2025 11:05 pm

ફિલ્મફેરમાં વધુ વાર ટ્રોફી જીતનારાઓના પરિવારોને સિને આઇકોન એવોર્ડ આપવામાં આવ્યો. બિમલ રોયને તેમના પુત્ર જોય રોયને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેવી જ રીતે, મીના કુમારીના પુત્ર તાજદાર અમરોહીને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા. નૂતનને મોહનીશ અને પ્રનૂતનને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા.

શાહરૂખ ખાને દિવંગત દિલીપ કુમારની ટ્રોફી સ્વીકારી

October 11, 2025 11:02 pm

જ્યારે સાયરા બાનુ દિલીપ કુમારની ટ્રોફી સ્વીકારવા માટે એવોર્ડ સમારંભમાં હાજર રહી શક્યા નહીં, ત્યારે તેમણે શાહરૂખ ખાનને દિલીપ કુમારનો એવોર્ડ સ્વીકારવા વિનંતી કરી. શાહરૂખ ખાને સ્ટેજ પર યાદ કર્યું કે કેવી રીતે દિલીપ કુમારે તેમને ઘરે આમંત્રણ આપ્યું અને જ્યારે તેઓ પહેલી વાર મુંબઈ આવ્યા ત્યારે તેમના વાળ પર હાથ ફેરવ્યો. કિંગ ખાને કહ્યું કે તેમના આશીર્વાદે તેમને ખૂબ મહાન બનાવ્યા .

અક્ષય કુમારે નવા કલાકારોને આપી સલાહ

October 11, 2025 11:01 pm

70 મા ફિલ્મફેર એવોર્ડ્સમાં, અક્ષય કુમારે નવા કલાકારોને કેટલીક ખાસ સલાહ આપી. તેમણે કહ્યું, "શિસ્તબદ્ધ બનો. તેના માટે કોઈ તમને એવોર્ડ નહીં આપે... જો તમે તેમાં સારા છો, તો તમે લાંબા સમય સુધી ઉદ્યોગમાં રહેશો. કોઈપણ નિર્માતા સાથે ત્રણ ફિલ્મો સાઇન કરશો નહીં."

કૃતિ સેનની ધમાકેદાર એન્ટ્રી

October 11, 2025 10:59 pm

કૃતિ સેનને ફિલ્મફેરના રેડ કાર્પેટ પર લીલા રંગના આકર્ષક પોશાકમાં પ્રવેશ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું. તેના ગ્લેમરસ લુકે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા.

This Live Blog has Ended
Advertisement

.

×