Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

71st National Film Awards: 'જવાન' માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર,જુઓ લિસ્ટ

71 માં નેશનલ એવોર્ડની જાહેરાત શાહરુખ ખાનને ફિલ્મ જવાન માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ વિક્રાંત મેસ્સીને 12th ફેલ ફિલ્મ માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ 71st National Film Awards Announcement: 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે....
71st national film awards   જવાન  માટે શાહરુખને મળ્યો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર જુઓ લિસ્ટ
Advertisement
  • 71 માં નેશનલ એવોર્ડની જાહેરાત
  • શાહરુખ ખાનને ફિલ્મ જવાન માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
  • વિક્રાંત મેસ્સીને 12th ફેલ ફિલ્મ માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

71st National Film Awards Announcement: 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે આ એવોર્ડ્સ 2023ની ફિલ્મો માટે આપવામાં આવ્યા છે. આ નેશનલ એવોર્ડમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ 'કટહલ'ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 19 મે 2023ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. 'કટહલ'માં સાન્યા મલ્હોત્રા, અનંત વી જોશી, વિજય રાજ, રાજપાલ યાદવ, બ્રૃજેન્દ્ર કાલા અને નેહા સરાફ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. 'ધ કેરલ ફાઇલ્સ' ફિલ્મે શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીત્યો છે. શ્રેષ્ઠ કોરિયોગ્રાફરની વાત કરીએ તો વૈભવી મર્ચન્ટને ફિલ્મ 'રોકી રાની કી પ્રેમ કહાની'ના ગીત 'ઢિંઢોરા બાજે રે' માટે આ એવોર્ડ મળ્યો છે.

ગુજરાતી ફિલ્મ 'વશ'ને મળ્યો એવોર્ડ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'વશ' ને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ કોરિયોગ્રાફી માટે રોકી ઓર રાની કી પ્રેમ કહાની, જ્યારે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન કેટેગરીમાં વાથી (તમિલ ગીત)એ નેશનલ એવોર્ડ મેળવ્યો છે. બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનમાં એનિમલ સામેલ છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -URVASHI RAUTELA લંડનમાં લાચાર બની, સોશિયલ મીડિયા પર માંગી મદદ

રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

શાહરૂખ-મૈસીને બેસ્ટ એક્ટર અને રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. શિલ્પા રાવને બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો છે. '12th ફેઈલ'ને બેસ્ટ ફિચર ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે. લીડીંગ રોલમાં રાની મુખરજીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપ્યો છે. તેને મિસિસ ચેટરજી vs નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રીથી સન્માનિત કરવામાં આવી છે.

આ પણ  વાંચો -'મને આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો', ધનશ્રીથી છૂટાછેડા પર ચહલે તોડી ચુપ્પી

વર્ષ 2023 માં રિલીઝ થયેલી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહી છે. સંપૂર્ણ યાદી જુઓ

  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - 'વશ'
  • શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ - 'ડીપ ફ્રીઝ'
  • શ્રેષ્ઠ આસામી ફિલ્મ - 'રોંગતપુ'
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - કટહલ
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - કંડીલૂ
  • શ્રેષ્ઠ સ્પેશિયલ મેન્શન ફીચર ફિલ્મ - એનિમલ (રી-રેકોર્ડિંગ મિક્સર, એમઆર રાજાકૃષ્ણન)
  • શ્રેષ્ઠ તાઈ ફાકે ફીચર ફિલ્મ - પાઈ તાંગ... સ્ટેપ ઓફ હોપ
  • શ્રેષ્ઠ ગારો ફીચર ફિલ્મ - રિમદોગિતાંગા
  • શ્રેષ્ઠ તેલુગુ ફીચર ફિલ્મ - ભગવંત કેસરી
  • શ્રેષ્ઠ તમિલ ફીચર ફિલ્મ - પાર્કિંગ
  • શ્રેષ્ઠ પંજાબી ફીચર ફિલ્મ - ગોડ્ડે ગોડ્ડે ચા
  • શ્રેષ્ઠ ઓડિયા ફીચર ફિલ્મ - પુષ્કર
  • શ્રેષ્ઠ મરાઠી ફીચર ફિલ્મ - શ્યામચી આઈ
  • શ્રેષ્ઠ મલયાલમ ફીચર ફિલ્મ - ઉલ્લુઝુકુ

નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં આ ફિલ્મો માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત

  • શ્રેષ્ઠ સ્પેશિયલ મેન્શન નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - નેકલ (મલયાલમ)
  • શ્રેષ્ઠ સંગીત નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - ધ ફર્સ્ટ ફિલ્મ (હિન્દી)
  • શ્રેષ્ઠ એડિટિંગ નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - મુવિંગ ફોકસ (અંગ્રેજી)
  • શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - ધુંધગિરી કે ફૂલ (હિન્દી)
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - લિટિલ વિંગ્સ (તમિલ)
  • શ્રેષ્ઠ દિગ્દર્શક નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - પિયુષ ઠાકુર, ધ ફર્સ્ટ ફિલ્મ (હિન્દી)
  • શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - ગિદ્ધ ધ સ્કૈવેંગર (હિન્દી)
  • શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ પ્રમોટિંગ સોશિયલ કન્સર્ન એવોર્ડ - ધ સાયલન્ટ એપિડેમિક (હિન્દી)
  • શ્રેષ્ઠ ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ પુરસ્કાર - ગોડ વલ્ચર એન્ડ હ્યુમન (અંગ્રેજી)
  • શ્રેષ્ઠ કલા/સંસ્કૃતિ નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - ટાઈમલેસ તમિલનાડુ (અંગ્રેજી)
  • શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ પુરસ્કાર - ધ ફ્લાવરિંગ મેન (હિન્દી)
  • રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

વિક્રાંત મેસી અને શાહરૂખ ખાનને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કારનો એવોર્ડ મળ્યો

વિક્રાંત મેસી અને શાહરૂખ ખાનને અનુક્રમે '12th ફેઇલ' અને 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાની મુખર્જીને તેમની 2023ની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ તેમનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે.

Tags :
Advertisement

.

×