ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ...
08:10 AM May 31, 2023 IST | Dhruv Parmar
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.

તમને જણાવી દઈએ કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ અને સૌથી ઓછુ દેવગઢબારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ આવ્યું છે.

વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ

વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

SMSથી પણ જાણી શકાશે પરિણામ

આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSCરોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

આ પણ વાંચો : ‘આજે નહીં જાગો..તો ક્યારેય નહીં જાગો’..અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું આહ્વવાન

Tags :
GujaratschoolsStudents
Next Article