PM Modi Birthday થી ગાંધી જયંતી સુધી દેશભરમાં 75,000 આરોગ્ય શિબિરોનું આયોજન : જે.પી. નડ્ડા
- PM Modi Birthday થી શરૂ થશે 75,000 આરોગ્ય શિબિરો, મહિલા-બાળ આરોગ્ય પર ફોકસ
- ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’: દેશભરમાં આરોગ્ય શિબિરોની શરૂઆત
- 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર: દેશમાં 75,000 આરોગ્ય શિબિરોનું આયોજન
- પોષણ માસ અને આરોગ્ય શિબિરો: વિકસિત ભારત માટે મોટું પગલું
- જે.પી. નડ્ડાની અપીલ: ખાનગી હોસ્પિટલો જોડાઓ, સ્વસ્થ ભારત બનાવો
PM Modi birthday : કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ જાહેરાત કરી છે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશભરમાં 75,000 આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ગાંધી જયંતી સુધી આ શિબિરો ચાલશે. નડ્ડાએ જણાવ્યું કે 17 સપ્ટેમ્બરે પીએમ મોદી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’નો શુભારંભ કરશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓને મજબૂત કરવી અને તેમની સુગમ પહોંચ ગુણવત્તાયુક્ત સંભાળ અને જાગૃતિની ખાતરી કરવી છે.
PM Modi Birthday : શિબિરો ક્યાં-ક્યાં યોજાશે?
કેન્દ્રીય મંત્રીએ તેમની એક્સ પોસ્ટમાં જણાવ્યું કે આ અભિયાન હેઠળ દેશભરમાં 75,000 આરોગ્ય શિબિરો યોજાશે. આ શિબિરો આયુષ્માન આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHCs) અને અન્ય આરોગ્ય સંસ્થાઓમાં યોજાશે. આ શિબિરોમાં મહિલાઓ અને બાળકોની વિશેષ આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેવાઓ પૂરી પાડવામાં આવશે, જે સરકારના સમાવેશી આરોગ્ય સેવાના સપનાને સાકાર કરશે.
આ પણ વાંચો- અમેરિકાનો EU ને સાથે આવવાનો આગ્રહ : શું ભારત માટે મુશ્કેલીઓ વધશે?
આંગણવાડીઓમાં ‘પોષણ માસ’ની ઉજવણી
નડ્ડાએ જણાવ્યું કે આરોગ્ય શિબિરો ઉપરાંત તમામ આંગણવાડીઓમાં ‘પોષણ માસ’ની ઉજવણી કરવામાં આવશે. આનો હેતુ પોષણ, આરોગ્ય જાગૃતિ અને સમગ્ર કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રયાસો દ્વારા સ્વસ્થ પરિવાર અને સશક્ત સમુદાયના નિર્માણ તરફ મહત્ત્વપૂર્ણ પગલાં ભરવામાં આવશે.
ખાનગી હોસ્પિટલોને અપીલ
જે.પી. નડ્ડાએ આ અભિયાન સાથે જોડાવા માટે ખાનગી હોસ્પિટલોને પણ અપીલ કરી છે. તેમણે કહ્યું, “હું તમામ ખાનગી હોસ્પિટલો અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા ભાગીદારોને વિનંતી કરું છું કે તેઓ આગળ આવે અને આ જનભાગીદારી અભિયાનનો અભિન્ન ભાગ બને. ‘ઈન્ડિયા ફર્સ્ટ’ની ભાવનાથી પ્રેરિત થઈને, ચાલો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના નિર્માણ માટે આપણા સામૂહિક પ્રયાસોને વધુ મજબૂત કરીએ.”
આ પણ વાંચો- ઇઝરાયેલનું ગાઝા મિશન : Donald trump ની ‘ફાઇનલ’ ચેતવણી, ઈરાનની એન્ટ્રી


