Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

78th Independence Day : 'આગામી 5 વર્ષમાં મેડિકલમાં 75 હજાર સીટો વધશે', PM મોદીએ કરી મોટી જાહેરાત

મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે આનંદો PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાત પાંચ વર્ષમાં મેડિકલ લાઇનમાં 75 હજાર નવી સીટો બનાવશે 78th Independence Day : PM મોદીએ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજે લાલ...
78th independence day    આગામી 5 વર્ષમાં મેડિકલમાં 75 હજાર સીટો વધશે   pm મોદીએ કરી મોટી જાહેરાત
Advertisement
  1. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે આનંદો
  2. PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાત
  3. પાંચ વર્ષમાં મેડિકલ લાઇનમાં 75 હજાર નવી સીટો બનાવશે

78th Independence Day : PM મોદીએ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજે લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં મેડિકલ લાઇનમાં 75 હજાર નવી સીટો બનાવશે. PM મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે એક લાખ સીટો બનાવી છે.

આપણે સ્વસ્થ ભારત બનાવવું છે...

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ અભ્યાસ માટે 75 હજાર નવી બેઠકો બનાવવામાં આવશે. 78 મા સ્વતંત્રતા દિવસ (78th Independence Day) પર લાલ કિલ્લાની પ્રાચી પરથી પોતાના સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું કે વિકસિત ભારતની સાથે આપણે એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું પડશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : PM મોદીએ પહેરી કેસરી-લીલા રંગની પાઘડી, છેલ્લા 5 વર્ષમાં આવો રહ્યો તેમનો પહેરવેશ

યુવાનો મેડિકલનો અભ્યાસ કરવા વિદેશ જાય છે...

મોદીએ કહ્યું, “અમે છેલ્લા 10 વર્ષમાં મેડિકલ સીટોની સંખ્યા વધારીને અંદાજે એક લાખ કરી છે. દર વર્ષે 25 હજાર યુવાનો મેડિકલ અભ્યાસ માટે વિદેશ જાય છે. તેઓ એવા દેશોમાં જાય છે જે સાંભળીને મને આશ્ચર્ય થાય છે.

આ પણ વાંચો : PM મોદી આવતા મહિને જઈ શકે છે New York, આ કોન્ફરન્સમાં આપી શકે છે ઉપસ્થિતિ...

75 હજાર નવી સીટો બનાવવામાં આવશે...

તેમણે જાહેરાત કરી હતી કે, "અમે નક્કી કર્યું છે કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ લાઇનમાં 75 હજાર નવી બેઠકો બનાવવામાં આવશે." PM મોદીએ કહ્યું, "અમે વિકસિત ભારતની પ્રથમ પેઢીને ધ્યાનમાં રાખીને પોષણ અભિયાન શરૂ કર્યું છે."

આ પણ વાંચો : PM મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

Tags :
Advertisement

.

×