Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh માં પ્રદર્શનકારીઓની તાલિબાની કાર્યવાહી, હોટેલ ફૂંકી મારી

Bangladesh News : બાંગ્લાદેશ (Bangladesh News) માં શેખ હસીનાની સરકારના પતન બાદ પ્રદર્શનકારીઓની તાલિબાની કાર્યવાહી જોવા મળી છે. જેસોરમાં એક હોટલમાં આગ લગાડી દેવાઇ છે, જેમાં ઓછામાં ઓછા 8 લોકો સળગી ગયા હતા અને 84 લોકો ઘાયલ થયા હતા. હોટલના...
bangladesh માં પ્રદર્શનકારીઓની તાલિબાની કાર્યવાહી  હોટેલ ફૂંકી મારી
Advertisement

Bangladesh News : બાંગ્લાદેશ (Bangladesh News) માં શેખ હસીનાની સરકારના પતન બાદ પ્રદર્શનકારીઓની તાલિબાની કાર્યવાહી જોવા મળી છે. જેસોરમાં એક હોટલમાં આગ લગાડી દેવાઇ છે, જેમાં ઓછામાં ઓછા 8 લોકો સળગી ગયા હતા અને 84 લોકો ઘાયલ થયા હતા. હોટલના માલિક જેસોર જિલ્લાના અવામી લીગના જનરલ સેક્રેટરી શાહીન ચકલાદાર હતા.

કેટલાક લોકોએ ચિત્તમોર વિસ્તારમાં જબીર હોટલને આગ લગાડી

ડેપ્યુટી કમિશનર અબરારુલ ઈસ્લામે ઘટનાની પુષ્ટિ કરી છે. મૃતકોમાંથી બેની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજાન હુસૈન તરીકે થઈ છે. હોસ્પિટલના કર્મચારી હારુન રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકોની ત્યાં સારવાર ચાલી રહી છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. શહેરમાં વિવિધ સ્થળોએ હજારો લોકો વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની ઉજવણી કરી રહ્યા હતા. ઉજવણી દરમિયાન કેટલાક લોકોએ ચિત્તમોર વિસ્તારમાં જબીર હોટલને આગ લગાડી અને તેનું ફર્નિચર તોડી નાખ્યું. દરમિયાન, બદમાશોએ જીલ્લા અવામી લીગની ઓફિસ અને શારશા અને બેનાપોલ વિસ્તારમાં વધુ ત્રણ અવામી લીગ નેતાઓના ઘરો પર હુમલો કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો----પિતા સહિત ફેમિલીના 17 સભ્યોની હત્યા અને Sheikh Hasina માટે ભારત બન્યું..

Advertisement

અત્યાર સુધીમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા

બાંગ્લાદેશમાં આગચંપી અને હિંસાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં આવો દાવો કરવામાં આવ્યો છે. જો કે, મૃત્યુઆંક 300 છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એએફપીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રવિવારે બાંગ્લાદેશની શેરીઓમાં હિંસા થઈ હતી. મૃત્યુઆંક ઓછામાં ઓછો 300 પર પહોંચ્યો,

100 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ

અધિકારીઓએ આ અથડામણમાં 100 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે, એએફપીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 300 હતો. રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત 100 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો----બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન Mo. Yunus કોણ છે...?

Tags :
Advertisement

.

×