Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet : 8 કેબિનેટ મંત્રી, 3ને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો તો 13 નેતાઓને બનાવ્યા રાજ્યકક્ષાના મંત્રી

Gujarat New Cabinet : મંત્રીમંડળના વિસ્તરણ પછી લગભગ મોટા ભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. માત્ર હવે સાંજે પાંચ વાગ્યાની કેબિનેટ બેઠકમાં નેતાઓને ખાતાઓની વહેંચણી કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં નવ નેતાઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે, તો 13 નેતાઓને રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. તો ત્રણને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.
gujarat new cabinet    8 કેબિનેટ મંત્રી  3ને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો તો 13 નેતાઓને બનાવ્યા રાજ્યકક્ષાના મંત્રી
Advertisement

Gujarat CM Bhupendra Patel New Cabinet : ગુજરાત સરકારના મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે ત્રણ મંત્રીઓને છોડીને તમામ નવા મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં સૌથી પહેલા હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવાના શપતગ્રહણ કર્યા હતા. 8 ધારાસભ્યોને કેબીનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે, જો હર્ષ સંઘવીની ગણતરી કરવામાં આવે તો આ આંકડો 9 થઈ જાય છે.  ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા અને મનિષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તે ઉપરાંત નવા ચહેરાઓમાં રિવાબા જાડેજા સહિત 13 ધારાસભ્યનો રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી (કેબિનેટ મંત્રી સમકક્ષ)

Advertisement

Advertisement

કેબિનેટ મંત્રી

ઋષિકેશ પટેલ
જીતુ વાઘાણી
કનુભાઈ દેસાઈ
કુંવરજી બાવળીયા
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
પ્રદ્યુમન વાજા
રમણ સોલંકી

રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો

ઇશ્વર પટેલ
પ્રફુલ પાનસેરીયા
મનિષા વકીલ

રાજ્યકક્ષાના મંત્રીઓ

કાંતિ અમૃતિયા
રમેશ કટારા
દર્શના વાઘેલા
પ્રવીણ માળી
સ્વરૂપજી ઠાકોર
જયરામ ગામીત


રિવાબા જાડેજા
પી સી બરંડા
સંજય મહિડા
કમલેશ પટેલ
ત્રિકમ છાગા
કૌશિક વેકરિયા
પરસોત્તમ સોલંકી

જણાવી દઈએ કે, હર્ષ સંઘવી ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. પહેલા નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન હતા. બીજા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ત્રીજા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે. રૂપાણી સીએમ હતા, ત્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતી. તે વખતે સીએમ જૈન તો નાયબ સીએમ પટેલ હતા. તો આ વખતે પટેલ સીએમ છે તો રાજ્યને જૈન સમુદાયના નાયબ મુખ્યમંત્રી મળ્યા છે.

આ પણ વાંચો- ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કેટલા નવા ચહેરાઓની થઈ એન્ટ્રી? જાણો વિસ્તારપૂર્વક

Tags :
Advertisement

.

×