Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nepal: 2 વર્ષ 8 મહિનાની બાળકી બની દેવી!, આર્યતારા શાક્યને નવી જીવીત દેવી પસંદ કરાઈ

Nepal: 17મી સદીથી ચાલી આવતી પરંપરા હજુ અકબંધ પરંપરા અનુસાર લેવામાં આવી હતી કઠિન પરીક્ષા 32 ગુણના આધારે કુમારીને પારખવામાં આવે છે Nepal: 2 વર્ષ 8 મહિનાની બાળકી બની દેવી! આર્યતારા શાક્યને નવી જીવીત દેવી પસંદ કરાઈ છે. 17મી...
nepal  2 વર્ષ 8 મહિનાની બાળકી બની દેવી   આર્યતારા શાક્યને નવી જીવીત દેવી પસંદ કરાઈ
Advertisement
  • Nepal: 17મી સદીથી ચાલી આવતી પરંપરા હજુ અકબંધ
  • પરંપરા અનુસાર લેવામાં આવી હતી કઠિન પરીક્ષા
  • 32 ગુણના આધારે કુમારીને પારખવામાં આવે છે

Nepal: 2 વર્ષ 8 મહિનાની બાળકી બની દેવી! આર્યતારા શાક્યને નવી જીવીત દેવી પસંદ કરાઈ છે. 17મી સદીથી ચાલી આવતી પરંપરા હજુ અકબંધ છે. પરંપરા અનુસાર કઠિન પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં કુમારીની પૂજા હિન્દુ અને બૌદ્ધ ધર્મના લોકો કરે છે. 32 ગુણના આધારે કુમારીને પારખવામાં આવે છે.

2 વર્ષ 8 મહિનાની આર્યતારા શાક્યને નવી જીવીત દેવી પસંદ કરવામાં આવી

નેપાળમાં 2 વર્ષ 8 મહિનાની આર્યતારા શાક્યને નવી જીવીત દેવી પસંદ કરવામાં આવી છે. આર્યતારા શાક્યએ વિધિવત રૂપથી પારંપરિક કુમારી સિંહાસન ગ્રહણ કર્યુ છે. 17મી સદીથી ચાલી આવતી પરંપરા દશેરાના તહેવાર દરમિયાન નિભાવવામાં આવે છે. નેપાળમાં કુમારીને દેવીના રૂપમાં માનવામાં આવે છે.

Advertisement

Advertisement

Nepal: કુમારીને તહેવાર દરમિયાન રથ પર બેસાડીને ફેરવવામાં આવે છે

કુમારીને તહેવાર દરમિયાન રથ પર બેસાડીને ફેરવવામાં આવે છે. લોકો તેના પગ સ્પર્થીને આશીર્વાદ લે છે. તેમના માથા પર ત્રીજી આંખ બનાવીને તેને લાલ કપડાં પહેરાવવામાં આવે છે. કુમારીનું જીવન બાકી બાળકો કરતા અલગ હોય છે. સામાન્ય જીવનમાં પરત ફરવું તેમના માટે મુશ્કેલ હોય છે.

સરકાર હવે નિવૃત્ત કુમારીઓને દર મહિને પેન્શન પણ આપે છે

મોટાભાગે કુમારીઓ લગ્ન નથી કરતી. સરકાર હવે નિવૃત્ત કુમારીઓને દર મહિને પેન્શન પણ આપે છે. કુમારી બનવા માટે સામાન્ય રીતે 2થી 4 વર્ષની ઉંમરની સ્વસ્થ બાળકીને 32 ગુણના આધારે પારખવામાં આવે છે. ત્યાર બાદ તેને કઠોર સાહસ પરિક્ષામાંથી પસાર થવું પડે છે. કાલરાત્રિ દરમિયાન તાલેજુ મંદિર લઈ જવાય છે જ્યાં દેવીને પ્રસન્ન કરવા માટે 108 ભેંસ અને બકરીની બલિ આપવામાં આવે છે. લોકો ડરામણા મુખોટા પહેરીને નાચે છે આ દરમિયાન ભયાવહ માહોલમાં બાળકીએ ડર્યા વગર રહેવાનું હોય છે. જો તેનામાં ડર ન દેખાય તો એવું માનવામાં આવે છે તેનામાં દેવીનું રૂપ છે.

આ પણ વાંચો: 1 October 2025: આજથી આ નિયમો બદલાયા છે, જે તમારા બજેટને અસર કરશે

Tags :
Advertisement

.

×