Kutch માં એલર્ટને લઈને લેવામાં આવ્યો મોટો નિર્ણય,કંડલા પોર્ટ પર ઓપરેશન બંધ
- કચ્છ : ભારત પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને
- પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા પોર્ટને બંધ કરાવવામાં આવ્યું
- કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમે તમામ તકેદારીના પગલાં લેવાયા
India-Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે (India-Pakistan War)તણાવભરી સ્થિતિ છે અને પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે અને હાલમાં દેશ સહિત રાજ્યમાં પણ બોર્ડર પરના તમામ જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે અને ઘણા વિસ્તારમાં બ્લેકઆઉટ રાખવા પણ આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે કંડલા પોર્ટ (Kandla Port)પર પણ ઓપરેશન સાવચેતીના ભાગરૂપે બંધ (closed)કરવામાં આવ્યું છે જેના લઈને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં તણાવના પગલે કરવામાં આવતી સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી સામાન્ય લોકોમાં તેમના કરવામાં આવે છે .
કચ્છમાં એલર્ટ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો
બપોરે 3 વાગ્યાથી તાત્કાલિક અસરથી કંડલા પોર્ટ પર તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. કચ્છમાં એલર્ટ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય આદેશ ન થાય ત્યાં સુધી ઓપરેશન હવે બંધ થશે. પોર્ટ પર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવશે નહીં. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ ચેતવણીનું સાયરન વાગ્યુ છે અને નાગરિકોને જાહેર સ્થળોએ ફરવા ન જવા માટે સલાહ આપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ તૈયાર છે, સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની સલાહ લોકોને અપાઈ છે.
મુખ્યમંત્રીની સરહદી જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક
હાલમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સરહદી જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક યોજી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કલેક્ટરો સાથે બેઠક યોજીને સમીક્ષાની કામગીરી કરી છે. ખાદ્ય સામગ્રી, વિભાગોની કામગીરીની સમીક્ષા મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવી છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે આવશ્યક ચીજોનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે. દવાઓ, ઈંધણ સહિતનો જથ્થો પુરતી માત્રામાં છે અને જરૂર જણાશે તો સંકલન કરી જથ્થો પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રભારી સચિવોને જિલ્લામાં મોકલી દેવામાં આવ્યા છે. સેટેલાઈટ ફોન, વોકીટોકીની વ્યવસ્થા કરવા સૂચના મુખ્યપ્રધાન તરફથી આપવામાં આવી છે. સરહદી ગામોમાં ઈવેક્યુએશન પ્લાન બનાવવા, મોટરેબલ માર્ગો, વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે.


