Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરી રહ્યો હતો યુવક, ચાલુ મશીને ઊભો થયો અને..!

યુવક ખાતાનો દરવાજો બંધ કરીને મશીનમાં કામ કરતો હતો ત્યારે એમ્બ્રોઇડરીનાં ચાલુ મશીને યુવક ઊભો થતા ઘટના બની હતી.
surat   એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરી રહ્યો હતો યુવક  ચાલુ મશીને ઊભો થયો અને
Advertisement
  1. Surat માં એમ્બ્રોઇડરીનાં મશીનમાં યુવકનું ગળું ફસાયું
  2. કતારગામની GIDC માં કારીગર સાથે બની ઘટના
  3. મશીનનાં ખાતામાં કામગીરી દરમિયાન ગળું ફસાયું
  4. મશીનમાં કામ કરતો હતો તે દરમિયાન બની ઘટના

સુરતનાં (Surat) કતારગામની GIDC માં ગંભીર અને આશ્ચર્યજનક દુર્ઘટના બની હતી. એમ્બ્રોઇડરીનાં મશીનમાં કારીગર યુવકનું ગળું ફસાયું હતું. યુવક ખાતાનો દરવાજો બંધ કરીને મશીનમાં કામ કરતો હતો ત્યારે એમ્બ્રોઇડરીનાં ચાલુ મશીને યુવક ઊભો થતા ઘટના બની હતી. યુવકે જાતે જ ફાયર વિભાગની ટીમને કોલ કરીને બોલાવી હતી. ફાયર વિભાગે (Fire Department) ખાતાનો દરવાજો તોડી યુવકને બચાવ્યો છે.

આ પણ વાંચો - Delhi Election Result 2025 : ઈસુદાન ગઢવીના BJP પર આક્ષેપ, કહ્યું-અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ..!

Advertisement

એમ્બ્રોઇડરીનાં ચાલુ મશીને ઊભો થવા જતાં યુવક ફસાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) કતારગામની GIDC માં ફુલપાડા ખાતે આવેલ એમ્બ્રોડરી ખાતામાં એક કારીગર યુવક કામ કરી રહ્યો હતો. દરમિયાન, એમ્બ્રોઇડરી મશીનની (Embroidery Machine) પ્લેટ વચ્ચે યુવકની ગરદનનો ભાગ ફસાયો હતો. યુવક ઊભો થવા જતાં ફસાયો હતો. ઘટના સમયે યુવકે ખાતાનો દરવાજો પણ બંધ કરી રાખ્યો હતો. આથી, અન્ય સહકર્મીઓની મદદ મળે તેમ નહોતી. હેમખેમ રીતે યુવકે પોતાનાં મોબાઇલથી ફાયર વિભાગને કોલ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Delhi Assembly Election Result : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- 'દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું'

ફાયર વિભાગે એમ્બ્રોઇડરી પ્લેટને ઊંચી કરી યુવકને બહાર કાઢ્યો

ફાયર વિભાગની ટીમ (Fire Department) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ખાતાનો દરવાજો તોડ્યો હતો. ત્યાર બાદ એમ્બ્રોઇડરી પ્લેટને ઊંચી કરી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. દરમિયાન, એમ્બ્રોઇડરી મશીનમાં ફસાયેલો યુવક બેભાન થયો હતો. બેભાન થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ, યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિટલમાં પાંજરા મૂકાયા, 40 ઉંદર પકડાયા, Gujarat First નાં અહેવાલની અસર!

Tags :
Advertisement

.

×