Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજસ્થાન અને બેંગ્લૉર વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી

IPL 2023માં અત્યારે પૉઈન્ટ ટેબલમાં નંબર-1 ટીમ તરીકે રાજસ્થાન રૉયલ્સ યથાવત છે, આજે ફરી એકવાર (23 એપ્રિલ) પ્રથમ નંબરની ટીમ રાજસ્થાનની ટક્કર છઠ્ઠા નંબરની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે ટકરાશે. આ બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 27 વખત આમને સામને...
રાજસ્થાન અને બેંગ્લૉર વચ્ચે ટક્કર  કોણ મારશે બાજી
Advertisement

IPL 2023માં અત્યારે પૉઈન્ટ ટેબલમાં નંબર-1 ટીમ તરીકે રાજસ્થાન રૉયલ્સ યથાવત છે, આજે ફરી એકવાર (23 એપ્રિલ) પ્રથમ નંબરની ટીમ રાજસ્થાનની ટક્કર છઠ્ઠા નંબરની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર સામે ટકરાશે. આ બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 27 વખત આમને સામને આવી ચૂકી છે, જેમાં રાજસ્થાને 12 મેચ જીતી છે અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે 13 મેચ જીતી શકી છે. બે મેચ જે અનિર્ણિત રહી છે.

ઉલ્લેખનીય છે કે, IPL 2022માં આ ટીમો ત્રણ વખત આમને સામને ટકરાઈ હતી. આ ત્રણેય મેચોમાં પ્રથમ મેચ બેંગ્લૉરના નામે રહી હતી, પરંતુ છેલ્લી બે મેચમાં રાજસ્થાને બાજી મારી હતી. ગઇ સિઝનમાં રાજસ્થાને જ આરસીબીનું પહેલું ટાઇટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. એલિમિનેટર મેચમાં રાજસ્થાને RCBને હરાવ્યું અને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું.

Advertisement

કોણ જીતશે આજની મેચ ?
આજની મેચમાં પણ રાજસ્થાન રૉયલ્સનો હાથ થોડો વધુ ઉપર લાગી રહ્યો છે. આ ટીમ ચેમ્પિયનની જેમ હાલમાં રમી રહી છે. રાજસ્થાને આ સિઝનમાં તેની 6 મેચમાંથી 4માં જીત નોંધાવી છે અને તે પૉઈન્ટ ટેબલમાં ટૉપ પર છે. આ ટીમનો નેટ રનરેટ પણ શાનદાર રહ્યો છે. બીજીબાજુ RCB ટીમ પોતાની જીતની લય જાળવી શકી નથી. જો તે એક મેચમાં જીતે છે તો બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડે છે. આરસીબીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 3 મેચોમાં જીતનો અને 3 હારનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

રાજસ્થાનની બેટિંગમાં દમખમ છે, પરંતુ બૉલરો નથી કરી શકતા કમાલ
ગઇ સિઝનની જેમ આ વખતે પણ રાજસ્થાનની ટીમ ઘણી સંતુલિત છે. ટીમમાં નંબર 9 સુધી મજબૂત બેટ્સમેનો ભરેલા છે. બેટિંગમાં ઉંડાણને કારણે દરેક ખેલાડી પીચ પર આવતાની સાથે જ આક્રમક શૉટ ફટકારી શકે છે. ખાસ વાત છે કે, આ સિઝનમાં આ ટીમના મોટાભાગના બેટ્સમેનોએ પણ પોતાનું ફોર્મ બતાવ્યું છે. આ ઉપરાંત આ ટીમ બૉલિંગમાં પણ ઘણી સંતુલિત છે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં આ ટીમ પાસે અશ્વિન-ચહલની ધાંસૂ જોડી ઉપલબ્ધ છે, વળી, ટ્રેન્ટ બૉલ્ટ, સંદીપ શર્મા અને જેસન હૉલ્ડર જેવા ફાસ્ટ બોલરો ટીમમાં સામેલ છે.

RCBની બેટિંગ ટોપ-3 પર નિર્ભર
વળી, આનાથી ઉપટું, RCBની ટીમમાં માત્ર ટોપ ઓર્ડરના બેટ્સમેનો જ આ સિઝનમાં ફોર્મમાં ચાલી રહ્યાં છે, કોહલી, ડુપ્લેસીસ અને મેક્સવેલ સિવાય અન્ય કોઇપણ બેટ્સમેનો ચાલી નથી રહ્યો. આ ટીમની બૉલિંગ સરેરાશ રહી છે. સિરાજ અને હસરંગા સારી લયમાં છે. પરંતુ એકંદરે આ ટીમના બૉલરો ઢગલાબંધ રન લૂંટાવી રહ્યાં છે. આજની મેચમાં રાજસ્થાનની ટીમનો હાથ ઉપર રહી શકે છે, કહી શકાય કે આજે રાજસ્થાન મેચ જીતી રહી છે.

આપણ  વાંચો- અર્શદીપે સ્ટંપના કર્યા ટુકડે -ટુકડા, IPL ને થયું લાખોનું નુકસાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×