Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda: ભડકાઉ પોસ્ટની ફરિયાદ બાદ હુમલો, મહુધા પોલીસમાં નોંધાઇ ફરિયાદ

ખેડા ભડકાઉ પોસ્ટ મામલામાં નોંધાઇ ફરિયાદ બે શખ્સ વિરૂદ્ધ મહુધા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ ફરિયાદ નોંધવા આવેલા વ્યક્તિ પર ટોળાએ કર્યો હતો હુમલો મહુધા પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો સો.મીડિયામાં ભડકાઉ પોસ્ટ બદલ ફરિયાદ કરવા ગયા હતા...
kheda  ભડકાઉ પોસ્ટની ફરિયાદ બાદ હુમલો  મહુધા પોલીસમાં નોંધાઇ ફરિયાદ
Advertisement
  • ખેડા ભડકાઉ પોસ્ટ મામલામાં નોંધાઇ ફરિયાદ
  • બે શખ્સ વિરૂદ્ધ મહુધા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
  • ફરિયાદ નોંધવા આવેલા વ્યક્તિ પર ટોળાએ કર્યો હતો હુમલો
  • મહુધા પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો
  • સો.મીડિયામાં ભડકાઉ પોસ્ટ બદલ ફરિયાદ કરવા ગયા હતા
  • ફરિયાદીઓની કારને પહોંચ્યું હતું નુકસાન
  • મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાલ શાંતિનો માહોલ

Kheda: ખેડા (Kheda) ભડકાઉ પોસ્ટ મામલામાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરવા બદલ ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિઓ પર ટોળાએ હુમલો કર્યો હતો. આ મામલે મહુધા પોલીસે 100 વ્યક્તિના ટોળા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સોશિયલ મીડિયામાં કરાયેલી ભડકાઉ પોસ્ટના મામલે બબાલ

Advertisement

ઉલ્લેખનિય છે કે ખેડાના મહુધામાં સોશિયલ મીડિયામાં કરાયેલી ભડકાઉ પોસ્ટના મામલે કેટલાક લોકો પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા અને ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ જૂથ અથડામણ થઇ હતી. ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો----રોગચાળા મુદ્દે કુમાર કાનાણીનો વધુ એક Letter Bomb

ગાડીને નુકશાન કરવામાં આવ્યું

ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિઓના ગાડીના કાચ સહિત ગાડીને નુકશાન કરવામાં આવ્યું હતું. બે કોમ વચ્ચે થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. લોકો પોતાનો જીવ બચાવીને કઠલાલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા જ્યાં ધારાસભ્ય પણ પહોંચ્યા હતા.

મહુધા પોલીસ સ્ટેશનમાં 100 વ્યક્તિના ટોળા સામે ફરિયાદ

દરમિયાન આ મામલે મહુધા પોલીસ સ્ટેશનમાં 100 વ્યક્તિના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની સામે તપાસ શરુ કરી છે. ઘટનાના પગલે મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને હાલ શાંતિનો માહોલ છે.

આ પણ વાંચો---Dahod માં યુવકના હાથપગ બાંધી ઘરમાં જ હત્યા....

Tags :
Advertisement

.

×