ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાવ ન મળતા એક ખેડૂતે ડૂંગળી ફ્રિમા આપવાનું શરૂ કર્યું તો એક ખેડૂતે કેળાના પાક ઉપર ફેરવ્યું JCB

ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં આ વર્ષે પણ ભાવની અનિશ્ચિતતા અને વધતા ખર્ચને કારણે ખેડૂતોની હતાશા વધી ગઈ છે. રાજ્યમાં માવઠાના મારે ખેડૂતોને પાયમાલ કર્યા તો હવે પાકના ઓછા ભાવને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ડૂંગળી અને કેળા જેવાના ભાવ એકદમ તળીયે જતા રહેવાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની ગઈ છે. ડુંગળીના ભાવ તળિયે બેસીને 3થી 4 રૂપિયા કિલો થતાં બોટાદના એક ખેડૂત મનસુખભાઈ મગનભાઈ પરમારે પોતાના 50 વીઘા જમીન વાવેલ ડૂંગળીના પાકને લોકોને મફતમાં વહેંચવાનું શરૂ કર્યું છે
10:57 PM Dec 02, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં આ વર્ષે પણ ભાવની અનિશ્ચિતતા અને વધતા ખર્ચને કારણે ખેડૂતોની હતાશા વધી ગઈ છે. રાજ્યમાં માવઠાના મારે ખેડૂતોને પાયમાલ કર્યા તો હવે પાકના ઓછા ભાવને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ડૂંગળી અને કેળા જેવાના ભાવ એકદમ તળીયે જતા રહેવાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની ગઈ છે. ડુંગળીના ભાવ તળિયે બેસીને 3થી 4 રૂપિયા કિલો થતાં બોટાદના એક ખેડૂત મનસુખભાઈ મગનભાઈ પરમારે પોતાના 50 વીઘા જમીન વાવેલ ડૂંગળીના પાકને લોકોને મફતમાં વહેંચવાનું શરૂ કર્યું છે

બોટાદ-ભાવનગર : ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં આ વર્ષે પણ ભાવની અનિશ્ચિતતા અને વધતા ખર્ચને કારણે ખેડૂતોની હતાશા વધી ગઈ છે. રાજ્યમાં માવઠાના મારે ખેડૂતોને પાયમાલ કર્યા તો હવે પાકના ઓછા ભાવને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ડૂંગળી અને કેળા જેવાના ભાવ એકદમ તળીયે જતા રહેવાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની ગઈ છે. ડુંગળીના ભાવ તળિયે બેસીને 3થી 4 રૂપિયા કિલો થતાં બોટાદના એક ખેડૂત મનસુખભાઈ મગનભાઈ પરમારે પોતાના 50 વીઘા જમીન વાવેલ ડૂંગળીના પાકને લોકોને મફતમાં વહેંચવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ અને સોસિયા ગામની નજીક ખેડૂતોએ કેળાના પોષણક્ષમ ભાવ ન મળતાં 15 વીઘા પાક પર JCB ચલાવીને નાશ કરી નાખ્યો છે. આ ઘટનાઓએ રાજ્યના ખેડૂત સમુદાયમાં ભારે રોષ અને હતાશા વ્યાપી છે, જે ભારતીય કૃષિની વ્યાપક સમસ્યાઓનું પ્રતિબિંબ બની છે.

બોટાદ જિલ્લાના આ ઘટના પાછળ માવઠા, અનિયમિત વરસાદ અને કેન્દ્ર સરકારની નિકાસ પોલિસીના પ્રતિબંધો છે. મનસુખભાઈ પરમારે આ વર્ષે 50 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જેમાં એક વીઘાનો ખર્ચ લગભગ 25,000 રૂપિયા આવ્યો હતો. પરંતુ માવઠાને કારણે પાકને નુકસાન થયું અને નિકાસ પરના પ્રતિબંધોને કારણે બજારમાં ડુંગળીના ભાવ 3-4 રૂપિયા કિલોના ભાવે આવી ગયા છે. આ અંગે મનસુખભાઈએ કહ્યું કે, "આ ભાવે તો ખર્ચ પણ નીકળતો નથી. ખેતમજૂરોની મજૂરી નિકળતી નથી. તેથી અમે નક્કી કર્યું કે ડુંગળી કાઢીને લોકોને મફતમાં આપી દઈએ. જેથી ઓછામાં ઓછું કોઈને લાભ થાય."

તેમના ખેતર પર હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જેટલી ડુંગળી જોઈએ તેટલી લઈ જઈ રહ્યા છે, જેના કારણે ખેતર પર ભીડ લાગી જાય છે. મનસુખભાઈએ સરકાર પાસે અપીલ કરી છે કે, "જો સમયસર મદદ મળે તો અમે ખેતમજૂરોને પણ મદદ કરી શકીએ. પરંતુ આવી સ્થિતિમાં ખેડૂતો કેવી રીતે ટકી શકે?" આવી જ રીતે ભારતમાં ડુંગળીના કિસ્સામાં મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ સમાન સમસ્યા જોવા મળી છે, જ્યાં સપ્ટેમ્બર 2025માં ખેડૂતોએ ભાવ ક્રેશને કારણે આંદોલન કર્યું હતું. ત્યાં ડુંગળીના ભાવ 800-1000 રૂપિયા ક્વિન્ટલ સુધી ખસી ગયા હતા, જે ઉત્પાદન ખર્ચ કરતાં નીચા હતા. પુણેમાં એક ખેડૂતે વરસાદથી ખરાબ થયેલી 7.5 ક્વિન્ટલ ડુંગળી માટે માત્ર 664 રૂપિયા મળ્યા હતા, જ્યારે ખર્ચ 66000 રૂપિયા થયો હતો. આ પેટર્ન ગુજરાતમાં પણ ફરી વાર જોવા મળી રહી છે.

બીજી તરફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કેળાના ખેડૂતોની વ્યથા વધુ ગંભીર છે. અલંગ અને સોસિયા ગામની નજીકના ખેડૂતે પોતાના 15 વીઘા જમીનમાં કેળાનું વાવેતર કર્યું હતું, પરંતુ બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતાં તેઓએ JCB બોલાવીને આખો પાક નાશ કરી નાખ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને ખેડૂત સમુદાયમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. સપ્ટેમ્બર 2025માં જેસર તાલુકામાં પણ આવી જ ઘટના બની હતી, જ્યાં એક ખેડૂતે 10 વીઘા કેળાનો પાક JCBથી નાશ કર્યો હતો.

તળાજા, મહુવા, જેસર અને ગારીયાધાર જેવા તાલુકાઓમાં કેળાના ભાવ 60થી 100 રૂપિયા ક્વિન્ટલ સુધી આવી ગયા છે, જે ઉત્પાદન ખર્ચ કરતાં નીચા છે. આ સમસ્યા માત્ર સ્થાનિક નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ વ્યાપક છે. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં નવેમ્બર 2025માં કેળા ખેડૂતોએ પણ પાક નાશ કર્યો હતો, કારણ કે ખરીદદારો આવ્યા જ નહોતા.

આંધ્ર પ્રદેશમાં તો કેળાના ભાવ મેચબોક્સ કરતાં પણ સસ્તા થઈ ગયા છે, અને ત્યાં પણ ખેડૂતો પાકને પશુઓના ખોરાક તરીકે વાપરી રહ્યા છે. આંધ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ય.એસ. શર્મિલાએ આ માટે સરકાર પર આકરોષ વ્યક્ત કર્યો છે, જેમણે કહ્યું કે ભાવ 28000થી 1000 રૂપિયા પ્રતિ ટન સુધી ખસી ગયા છે.

આ પણ વાંચો- વાસણામાં પાન પાર્લર ચલાવતા યુવકે કર્યો આપઘાત : MLA અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકર સહિત 6 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Tags :
Banana Crop DestructionBhavnagarBotadFarmer Distress IndiaGujarat Farmers CrisisGujarat FirstOnion Price Crash
Next Article