Washington : હાશ........વધુ એક બોઈંગ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થતાં બચ્યું !!!
- વધુ એક બોઈંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બચ્યું
- લોસ એન્જેલસથી એટલાન્ટા જતી ફ્લાઈટમાં આગ લાગી
- ટેક ઓફ બાદ ડાબુ એન્જિન ભડભડ સળગવા લાગ્યું
Washington : અમેરિકામાં એક પેસેન્જર વિમાને ટેક ઓફ કર્યા પછી તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ડેલ્ટા એરલાઈન્સ (Delta Airlines) નું બોઈંગ વિમાન લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી એટલાન્ટા માટે ટેક ઓફ કર્યા પછી તરત જ તેના એક એન્જિનમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ માટે પરત ફરવું પડ્યું હતું. જો કે ઈમરજન્સી લેન્ડિંગ સફળ રહેતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બોઈંગ 767-400 વિમાન હવામાં જોઈ શકાય છે અને તેના ડાબા એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે.
કોઈ જાનહાનિ નહીં
લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી એટલાન્ટા માટે ડેલ્ટા એરલાઈન્સનું બોઈંગ વિમાને ટેક ઓફ કર્યુ હતું. ટેક ઓફ કર્યા બાદ તરત જ વિમાનના ડાબા એન્જિનમાં આગ લાગી હતી. જો કે પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવર દ્વારા સત્વરે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સદભાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ સફળ રહેતા મુસાફરો અને ક્રુ મેમ્બર્સનો આબાદ બચાવ થયો હતો. કોઈ જાનહાનિ ન થતા એરલાઈન્સે રાહતનો શ્વાસ લીધો હતો. એક યુટયૂબ ચેનલ પર આ વિમાનના ઈમરજન્સી લેન્ડિંગનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Delta Air Lines : Delta ના Boeing 767 એન્જિનમાં હવામાં આગ લાગી, LA માં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું#BoeingTrouble #Flight #AirSafety #PlaneIssue #BoeingAlert#AviationNews #PassengerSafety #GujaratFirst pic.twitter.com/B4Z88umWcC
— Gujarat First (@GujaratFirst) July 20, 2025
આ પણ વાંચોઃ Shashi Tharoor : રાષ્ટ્ર સર્વોચ્ચ છે અને પક્ષો દેશને વધુ સારો બનાવવાનું એક માધ્યમ છે
સચોટતાથી રેસ્કયૂ ઓપરેશન પાર પડાયું
ડેલ્ટા એરલાઈન્સનું બોઈંગ વિમાન લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી એટલાન્ટા માટે ટેક ઓફ કર્યા પછી તરત જ તેના એક એન્જિનમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ માટે પરત ફરવું પડ્યું હતું. જો કે ઈમરજન્સી લેન્ડિંગ સફળ રહેતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ઈમરજન્સી લેન્ડિંગ બાદ રન વે પર જ ફાયર ફાયટર્સે આગને કાબૂમાં લીધી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશનને એટલી સચોટતાથી પાર પાડવામાં આવ્યું કે, કોઈ જાનહાનિ થઈ નહીં. જેવું વિમાને ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ કે તરત જ રન વે પર રાહત અને બચાવ કામગીરી કરતી ટીમોએ બાજી સંભાળી લીધી હતી. સળગતા એન્જિન પર પાણીનો એવો મારો ચલાવવામાં આવ્યો કે આગ ગણતરીની સેકન્ડ્સમાં જ બુઝાઈ ગઈ. જ્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બીજી તરફ પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સને કાળજીપૂર્વક વિમાનમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Bihar Election 2025 : મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે, જેડીયુની સ્પષ્ટતા


