Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha: આતંકી હુમલાને લઈ પાલનપુરમાં જનઆક્રોશ મહારેલી, અંબાજીમાં પણ વેપારીઓએ વિરોધ કર્યો

બનાસકાંઠાના પાલનપુરમાં જનઆક્રોશ મહારેલી નીકળી હતી. હિન્દુ સંગઠન દ્વારા જનઆક્રોશની મહારેલી કાઢી વિરોધ કર્યો હતો.
banaskantha  આતંકી હુમલાને લઈ પાલનપુરમાં જનઆક્રોશ મહારેલી  અંબાજીમાં પણ વેપારીઓએ વિરોધ કર્યો
Advertisement
  • બનાસકાંઠા પાલનપુરમાં જનઆક્રોશ મહારેલી
  • હિન્દુ સંગઠન દ્વારા જનઆક્રોશની મહારેલી
  • પહલગામમાં આતંકી હુમલાને લઈને વિરોધ

બનાસકાંઠાના પાલનપુરમાં જનઆક્રોશ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. હિન્દુ સંગઠન દ્વારા જનઆક્રોશ મહારેલી કાઢી હતી. પહલગામમાં આતંકી હુમલાને લઈ હિન્દુ સંગઠન દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આતંકવાદીઓ સામે કડક પગલા ભરવાની લોકોએ માંગ કરી હતી. તેમજ કડક પગલાની માંગ સાથે જનઆક્રોશની મહારેલી યોજી હતી. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો.

Advertisement

વેપારીઓએ પોતાના વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખ્યા

શક્તિપીઠ અંબાજીના તમામ વેપારીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોમાં ભારે નારાજગી વ્યક્ત કરી હતી. શક્તિપીઠ અંબાજીના તમામ વેપારીઓ દ્વારા ધંધા સ્વયંભૂ બંધ રાખ્યા હતા. તેમજ અંબાજી શક્તિપીઠની સાથે સાથે ગબ્બર અને કોટેશ્વર તીર્થસ્થળ પણ બંધ રહ્યા હતા. ત્રણ ધામના વેપારીઓ દ્વારા પોતાના ધંધા વેપાર સ્વયંભૂ બંધ રખાયા હતા. અંબાજી તરફના જાહેર માર્ગો ઉફર પાકિસ્તાન મુર્દાબાદ લખેલા ઝંડા પણ લગાવવામાં આવ્યા હતા. અંબાજી શક્તિપીઠના તમામ બજારો તમામ વિસ્તારના બંધ જોવા મળ્યા હતા. અંબાજી આવતા ભક્તોને તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ્રનું ભોજનાલય ખુલ્લુ રાખ્યું હતું. દેશદ્રોહીઓને કડક સજા થાય, આતંકવાદ નાશ થાય તેવી માંગ વેપારીઓએ કરી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાતમાં દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ, 20થી વધુ રાજ્યના લોકોને લગાવ્યો ચૂનો

ગેરકાયદેસર રહેતી બે બાંગ્લાદેશિત મહિલાઓ ઝડપાઈ

પાલનપુર અને ડીસામાંથી ગેરકાયદેસર રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ હતી. પાલનપુરનાં બસપોટ વિસ્તાર અને ડીસાના ગવાડી વિસ્તારમાંથી એસઓજીએ બે બાંગ્લાદેશી મહિલાઓને પકડી હતી. બંને મહિલાઓએ વગર પાસપોર્ટ ભારતમાં પ્રવેશ કર્યો હતો. એસઓજીએ બંને મહિલાઓને લઈને તપાસ હાથ ધરી બંને મહિલાઓને બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરાશે.

આ પણ વાંચોઃ Pahalgam terrorist attack: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલ જામનગરનું દંપતી પરત ફર્યું, કથા સ્થગિત થયા બાદ ફસાયું હતું દંપતી

Tags :
Advertisement

.

×