Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ભયંકર અકસ્માત: બે કારની ટક્કર બાદ આગ, એક પરિવારના 7 સભ્યોના મોત

સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ગોઝારો અકસ્માત: 7 લોકોના કરૂણ મોત
સુરેન્દ્રનગર લખતર હાઈવે પર ભયંકર અકસ્માત  બે કારની ટક્કર બાદ આગ  એક પરિવારના 7 સભ્યોના મોત
Advertisement
  • સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ગોઝારો અકસ્માત: 7 લોકોના કરૂણ મોત
  • ઝમર ગામ નજીક બે કારની ટક્કર: આગમાં પરિવારના 7 સભ્યો ભડથું
  • સુરેન્દ્રનગરમાં ભયાનક અકસ્માત: એક પરિવારના 7 લોકોનું મોત
  • લખતર હાઈવે પર કારમાં આગ: 7 લોકોના જીવ ગયા, તપાસ શરૂ
  • સુરેન્દ્રનગરમાં કાર અકસ્માત: એક જ પરિવારના 7 સભ્યોનું મોત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ઝમર ગામ નજીક રવિવારે (17 ઓગસ્ટ) વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 સભ્યોના કરૂણ મોત નીપજ્યા હોવાના દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો, અને તેઓ જીવતા ભડથું થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર કોઠારિયા ગામ નજીક આ અકસ્માત થયો. એક કાર કડુ ગામથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે બીજી કાર સામેથી આવતી હતી. બંને વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં એક કાર રોડની સાઈડમાં ખાબકી અને સળગી ઉઠી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોના મૃતદેહો બળીને ભડથું થઈ ગયા, જેના કારણે ઓળખ પણ મુશ્કેલ બની છે.

Advertisement

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જોકે મોટાભાગના મૃતદેહો બળી ગયેલી હાલતમાં મળી આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

Advertisement

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત ઝમર અને દેદાદરા ગામ વચ્ચે થયો, જ્યાં એક કાર રોંગ સાઈડમાં આવતી હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે, ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.

આ પણ વાંચો-અમિત ચાવડાના પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ભરતી મેળો: AAP સહિત અન્ય પક્ષોમાંથી કાર્યકર્તાઓ જોડાયા

Tags :
Advertisement

.

×