દેશભરમાં Chandra Grahan લાગ્યું, 82 મિનિટ સુધી ચંદ્ર લાલ જોવા મળશે!
- આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું બીજું અને છેલ્લું પૂર્ણ Chandra Grahan શરૂ થઇ ગયું છે
- આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં થઈ રહ્યું છે
- 22 વર્ષ પછી ચંદ્રગ્રહણનો પિતૃ પક્ષ સાથે અનોખો સંયોગ થયો છે
આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ,વર્ષનું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ શરૂ થયું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં થઈ રહ્યું છે, જે ભારતીય સમય મુજબ રાત્રે 9:58 વાગ્યેથી 1:26 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણની ખાસ વાત એ છે કે 122 વર્ષ પછી ચંદ્રગ્રહણનો પિતૃ પક્ષ સાથે અનોખો સંયોગ થયો છે. આ સમય દરમિયાન બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. રાજસ્થાનના જયપુર અને આસામના ગુવાહાટી જેવા શહેરોમાં ચંદ્રગ્રહણનો નજારો સ્પષ્ટ દેખાયો, અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ... 82 મિનિટ સુધી ચંદ્ર લાલ દેખાશે, દેશભરમાં 'બ્લડ મૂન' જોવા મળશે.
#WATCH | Thiruvananthapuram, Kerala | The moon gradually starts turning red as the #LunarEclipse moves from the partial phase to the total phase pic.twitter.com/qcz1fPXbK7
— ANI (@ANI) September 7, 2025
Chandra Grahan દરમિયાન શું ન કરવું?
જ્યોતિષ અને શાસ્ત્રો અનુસાર, ચંદ્રગ્રહણ દરમિયાન નીચેની બાબતો ટાળવી જોઈએ
રસોઈ અને ખોરાકગ્રહણ દરમિયાન રસોઈ બનાવવી કે ખાવાનું ટાળો. ગ્રહણ પૂર્ણ થયા બાદ તાજો ખોરાક ખાવો.
શુભ કાર્યો કે કોઈ નવું કાર્ય, ધાર્મિક વિધિ કે શુભ કાર્ય શરૂ ન કરવું.
દેવી-દેવતાઓની મૂર્તિ ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિઓને સ્પર્શ ન કરવો.
ગર્ભવતી મહિલાઓ માટે શાકભાજી કાપવા, મસાલા ઉમેરવા કે છરી, કાતર, સોય જેવા તીક્ષ્ણ ઉપકરણોનો ઉપયોગ ન કરવો.
બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન જવું અને નિર્જન સ્થળોથી દૂર રહેવું.
#WATCH | Delhi | The #LunarEclipse enters the Total Phase or the 'Blood Moon' phase pic.twitter.com/R27Dohm2mP
— ANI (@ANI) September 7, 2025
Chandra Grahan દરમિયાન શું કરવું?
જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન જાગતા હો, તો નીચેના આધ્યાત્મિક કાર્યો કરવા શુભ માનવામાં આવે છે
ભજન અને કીર્તન
ભગવાનના ભજન અને કીર્તન કરો.
મંત્ર જાપ
‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’અથવા ‘ઓમ નમઃ શિવાય’ (ભગવાન શિવ) જેવા મંત્રોનો જાપ કરો.
ગુરુ મંત્ર
ગુરુ મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.


