Mumbai રેલવે સ્ટેશનથી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં લાગી ભીષણ આગ, મુસાફરોમાં અફરાતફરીનો માહોલ!
- Mumbai Central થી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં અચાનક લાગી ભીષણ આગ
- સદનસીબે કોઇ જાનહાનિ કે મોટા નુકસાન થયું નથી
- રેલવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અકસ્માતની માહિતી શેર કરી હતી
મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે . મુંબઇથી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાથી મુસાફરોમાં ભારે દહેશત જોવા મળી હતી, પરતું સદનસીબે કોઇ જાનહાનિ કે મોટા નુકસાન થયું નથી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
Incidence of flash and flames in the electric loco of train no. 59023 Mumbai Central – Valsad Fast Passenger was reported at 19:56 hrs today.
All passengers are safe, no harm or injury to anyone.
For safety, OHE supply was switched off for sometime. The train is…
— Western Railway (@WesternRly) September 17, 2025
Mumbai Central થી જતી વલસાડ ટ્રેનમાં આગ
નોંધનીય છે કે પશ્ચિમ રેલવે વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અકસ્માતની આ માહિતી શેર કરી હતી. આ ઘટના પાલઘરના કેલ્વે રેલ્વે સ્ટેશન પર બની હતી હતી. આગ લાગતાની સાથે જ મુસાફરો અફરાતફરીનો અને ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના સાંજે 7:56 વાગ્યે બની હતી. આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
Mumbai Central થી જતી વલસાડ ટ્રેનમાં આગ આ કારણથી લાગી
પ્રાપ્ત માહિતી અનુસાર આગ ઇલેક્ટ્રિકલ સાધનોમાં ટેકનિકલ ખામીને કારણે લાગી હતી. જે એન્જિનમાં આગ લાગી હતી તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ એન્જિનને હટાવીને બીજો એન્જિન મૂકવામાં આવ્યો છે. જોકે, આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.સુરક્ષાના કારણોસર, OHE સપ્લાય અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો છે. ટ્રેન હાલમાં કેલ્વે રોડ પ્લેટફોર્મ પર ઉભી છે. વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે. આ દુર્ઘટનાને કારણે સુરત તરફ જતી ડાઉન ટ્રેનો મોડી પડી શકે છે.
આ પણ વાંચો: IRCTC New Rule : દિવાળી પહેલા ટિકિટ બુકિંગના નિયમો બદલાયા, દલાલો પર તબાહી


