અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી જનસેવા એક્સપ્રેસના કોચમાં લાગી ભીષણ આગ, મુસાફરોને સુરક્ષિત બચાવાયા
- Jansewa Express: અમૃતસરથી બિહાર જઈ રહેલી ટ્રેનના કોચમાં આગ
- જનસેવા એક્સપ્રેસના કોચમાં લાગી ભીષણ આગ
- આ દુર્ઘટનામાં સદનસીબે કોઇજાનહાનિ નહીં
અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી જનસેવા એક્સપ્રેસ (Jansadharan Express) ટ્રેનના એક કોચમાં સોનવર્ષા કચારી સ્ટેશન નજીક અચાનક આગ લાગતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રેલવે પ્રશાસન અને સ્થાનિક સ્ટાફની તત્કાળ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
Jansewa Express ના કોચમાં લાગી ભીષણ આગ
નોંધનીય છે કે આગની જાણ થતાં જ રેલવે વહીવટીતંત્ર, સ્ટેશન સ્ટાફ અને ફાયર સેફ્ટીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સત્વરે કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનનો એક કોચ બળીને ખાખ થઈ ગયો હતો.રેલવે અધિકારીઓએ તાત્કાલિક મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદભાગ્યે, સમયસર પગલાં લેવાને કારણે કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી. મુસાફરોને સલામતી સૂચનાઓ આપ્યા બાદ કોચનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ જનસેવા એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય અનુસાર સહરસા સ્ટેશન પર પહોંચી શકી હતી.
Jansewa Express ના કોચમાં આ કારણથી લાગી આગ
રેલવે વહીવટીતંત્રે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે આગ લાગવાનું સંભવિત કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે. જોકે, આગના ચોક્કસ કારણની પુષ્ટિ કરવા માટે વિગતવાર તપાસ ચલાવવામાં આવી રહી છે. રેલ્વે અધિકારીઓ આ ઘટનાને લઈને આગળની જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામ જાહેર,3 નેશનલ કોન્ફરન્સ અને એક બેઠક પર ભાજપની જીત


