Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : એવું તે શું થયું કે નાયબ કલેક્ટર ખુલ્લા પગે દોડ્યા..વાંચો આ અહેવાલ

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ બસસ્ટેન્ડ ખાતે પ્લેટફોર્મમાં એક બિનવારસી થેલો મળી આવ્યો હતો, જેમાં બોમ્બ હોવાની અફવા ફેલાતા પ્લેટફોર્મ પર બસની રાહ જોઈ રહેલ મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે...
gondal   એવું તે શું થયું કે નાયબ કલેક્ટર ખુલ્લા પગે દોડ્યા  વાંચો આ અહેવાલ
Advertisement

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલ બસસ્ટેન્ડ ખાતે પ્લેટફોર્મમાં એક બિનવારસી થેલો મળી આવ્યો હતો, જેમાં બોમ્બ હોવાની અફવા ફેલાતા પ્લેટફોર્મ પર બસની રાહ જોઈ રહેલ મુસાફરોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આખરે સ્પષ્ઠ થયું કે આ એક મોક ડ્રિલ હતી.

Advertisement

Advertisement

ઇન્કવાયરી ઓફીસ પાસે બિનવારસી થેલો મળી આવ્યો

ગોંડલ બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ પર આવેલ એસ.ટી. ઇન્કવાયરી ઓફીસ પાસે બિનવારસી થેલો મળી આવ્યો હતો. એસ.ટી. કર્મચારી દ્વારા બીનવારસી થેલાની જાણ એસ.ટી ડેપો મેનેજરને કરવામાં આવી હતી. ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા દ્વારા ગોંડલ નગર પાલિકા ફાયર સ્ટાફ, ડેપ્યુટી કલેકટર ઓફીસ તેમજ પોલીસને જાણ કરાઇ હતી. નગરપાલિકા ફાયર સ્ટાફ ઈમરજન્સી વાહનના કાફલા સાથે સિટી બી ડિવિઝન પી.આઈ જે.પી. ગોસાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એસ.ટી. બસસ્ટેન્ડ પ્લોટફોર્મ પર રહેલ મુસાફરોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમ દોડી આવી

ગોંડલ એસ.ટી. બસસ્ટેન્ડમાં બિનવારસી થેલામાં બોમ્બ હોવાની અફવાને પગલે આસી. કલેકટર કુમારી દેવાહુતી, મામલતદાર એચ.વી. ચાવડા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, નાયબ મામલતદાર મનીષભાઈ જોશી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શંકાસ્પદ થેલામાં બોમ્બ હોવાની ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ બોમ્બ સ્ક્વોડ ડિઝાસ્ટર ટીમને જાણ કરાતા ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિત ની ટીમ એસ.ટી. બસસ્ટેન્ડ ખાતે દોડી આવ્યા હતા. પ્લેટફોર્મ પર પડેલ મુસાફરો તમામ સમાન ચેક કરવામાં આવ્યો હતો. તે દરમ્યાન પ્લેટફોર્મ નં - 7 પાસે એક શંકાસ્પદ થેલો મળી આવતા અને તેને ચેક કરાતા થેલા માથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. અને બિનવારસી થેલાને બસસ્ટેન્ડથી દૂર ખસેડવામાં આવ્યો હતો.

વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ જાહેર કરવામાં આવ્યું

જીલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચના મુજબ ગોંડલ એસ.ટી બસસ્ટેન્ડ ખાતે ગોંડલ વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ પર મળી આવેલ બિનવારસી થેલામાં કાઈ મળી ન આવતા અને વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ જાહેર કરતા મુસાફરો અને રાહદારીઓમાં હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચો---પંચમહાલ : યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર અને રોપ વે સેવાના સમયમાં ફેરફાર કરાયો

Tags :
Advertisement

.

×