રાજકોટમાં સ્કૂલ બસને નડ્યો અકસ્માત, કોઈ વિદ્યાર્થી સવાર ન હોવાથી દુર્ઘટના ટળી
ગુજરાતમાં અનેક વખત અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલની બસ 150 ફૂટ રિંગરોડ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અયોધ્યા ચોક પાસે સ્કૂલ બસે પલટી મારી જતાં અફરાતફરી મચી હતી. ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત...
Advertisement
ગુજરાતમાં અનેક વખત અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલની બસ 150 ફૂટ રિંગરોડ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અયોધ્યા ચોક પાસે સ્કૂલ બસે પલટી મારી જતાં અફરાતફરી મચી હતી.
Advertisement
ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને ઇજા પહોંચી છે. જો કે, બસમાં કોઈ વિદ્યાથીઓ સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. બનાવને લઇને લોકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા.
Advertisement
આ સિવાય હળવદ તાલુકાના જુના દેવળિયા ગામના બસ સ્ટેન્ડમાં કાર ઘૂસી જતાં બસની રાહ જોઈને બેઠેલા શિક્ષકનું મોત થયું હતું.અકસ્માત બાદ કારચાલક નાસી છૂટયો હતો. શિક્ષકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ પણ વાંચો : AAP નેતા ઇસુદાન ગઢવીએ ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને કર્યું વિવાદાસ્પદ ટ્વીટ, ફરિયાદ નોંધાઈ




