ગીર સોમનાથ જિલ્લાના ધાવા ગામે શિક્ષકની હેવાનિયત..! વાંચીને તમે પણ ગુસ્સે થશો..
ઇનપુટ---અર્જુન વાળા, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ધાવા ગામે 17 વિદ્યાર્થીનીઓને ગરબી જોવા પુછ્યા વગર કેમ ગઇ તેમ કહી શાળાના શિક્ષક અજિત સોલંકીએ ઢોર માર મારતાં વાલીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે અને આવું કૃત્ય કરનારા શિક્ષક પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
પુછ્યા વગર ગરબા જોવા કેમ ગઇ તેમ કહી ઢોર માર માર્યો
મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગામે પે સેન્ટર શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી 17 વિદ્યાર્થીનીઓને શાળાના શિક્ષક દ્વારા ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. વિધાર્થીનીઓને ગરબી જોવા પૂછ્યા વગર કેમ ગઈ તેમ કહી શાળાના શિક્ષક અજિત સોલંકી દ્વારા ઢોર માર મારવામાં આવતા વિદ્યાર્થીનીઓ ને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાના પગલે વિદ્યાર્થીનીઓ ના વાલી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી આ કૃત્ય કરનાર શિક્ષક પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગરબી જોવા જવા માટે 1 કલાક વહેલી રજા લેવા ગઈ હતી
આ મામલે શાળાના આચાર્યને પુછવામાં આવતાં તેમણે કહ્યું કે આ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા રજા વગર ગરબી જોવા ગઇ હોવાનું રટણ કરતો રહ્યો છે. વિદ્યાર્થીનીઓના વાલીએ જણાવ્યું હતું કે શિક્ષક અજિત સોલંકી દ્વારા જ તમામ વિદ્યાર્થીને માર મરાયો છે જેમા ધોરણ પાંચની 17 વિધાર્થીનીને પણ ઢોર માર મરાયો છે. વિદ્યાર્થીનીઓ નવરાત્રી હોવાથી ગરબી જોવા જવા માટે 1 કલાક વહેલી રજા લેવા ગઈ હોવાનું જણાવેલ તેમ છતાં પણ હિટલર શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓની એક પણ વાત સાંભળ્યા વિના તેમને ક્રૂરતા પૂર્વક માર માર્યો હતો.
શિક્ષણ જગતને લાંછન
શિક્ષક પાસે આવી અપેક્ષા ન હતી. શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણાવતો હોય છે ત્યારે એક શિક્ષક જ શિસ્ત ભુલીને વિદ્યાર્થીનીઓને માર મારે તે કેટલી હવે યોગ્ય છે તેમ વાલીઓ જણાવી રહ્યા છે. વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઇ છે કે આવા શિક્ષકો સામે યોગ્ય પગલાં લેવામાં આવે જેથી કરી શિક્ષણ જગતને લાંછન લગાડતા આવા લોકોને યોગ્ય સજા મળે.
આ પણ વાંચો---BHARUCH : ભરૂચની ગ્રાહક કોર્ટનો ગુજરાતમાં પ્રથમ ઐતિહાસિક ચુકાદો, વાંચો અહેવાલ


