ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા

Dubai : વગર રજાએ લાંબી ગુલ્લી મારી આખો પગાર લેતા સરકારી શિક્ષકના અનેક કિસ્સા થોડા મહિનાઓ અગાઉ સામે આવ્યા હતા. જેના પગલે ગુજરાત સરકાર (Gujarat Government) ના શિક્ષણ વિભાગે તપાસ પણ આરંભી હતી. જો કે, શિક્ષણ વિભાગ (Education Department) માં...
06:10 PM Nov 27, 2024 IST | Bankim Patel
Dubai : વગર રજાએ લાંબી ગુલ્લી મારી આખો પગાર લેતા સરકારી શિક્ષકના અનેક કિસ્સા થોડા મહિનાઓ અગાઉ સામે આવ્યા હતા. જેના પગલે ગુજરાત સરકાર (Gujarat Government) ના શિક્ષણ વિભાગે તપાસ પણ આરંભી હતી. જો કે, શિક્ષણ વિભાગ (Education Department) માં...
Call it a teacher or a businessman

Dubai : વગર રજાએ લાંબી ગુલ્લી મારી આખો પગાર લેતા સરકારી શિક્ષકના અનેક કિસ્સા થોડા મહિનાઓ અગાઉ સામે આવ્યા હતા. જેના પગલે ગુજરાત સરકાર (Gujarat Government) ના શિક્ષણ વિભાગે તપાસ પણ આરંભી હતી. જો કે, શિક્ષણ વિભાગ (Education Department) માં આજની તારીખે બેફામ પોલમપોલ ચાલી રહી છે. કરોડો રૂપિયાની લેવડ-દેવડના વિવાદમાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ના ચોપડે સરકારી શાળાના શિક્ષકે અપહરણની FIR નોંધાવી છે. અપહરણનો ભોગ બનનારા સરકારી શિક્ષકના કેટલાંક દસ્તાવેજો Gujarat First ને હાથ લાગ્યા છે. આ દસ્તાવેજોએ સરકારી શાળાના મુખ્ય આચાર્ય એટલે કે, પ્રિન્સિપાલની પોલ ખોલી નાંખી છે. કોણ છે આ પ્રિન્સિપાલ અને શું છે તેમના ધંધા ? વાંચો આ અહેવાલમાં...

 

સરકારી શિક્ષકે 14 કરોડનું રોકાણ કર્યું

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન (Maninagar Police Station) માં સંજયકુમાર બાબુલાલ પટેલે (રહે. એ-701, આલોક રેસીડન્સી, મોટા વરાછા, સુરત) ત્રણ શખ્સો સામે અપહરણની ફરિયાદ આપી છે. ફરિયાદમાં સંજય પટેલે જણાવ્યું છે કે, તેઓ સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા નંબર 285 અમરોલી સુરત ખાતે પ્રિન્સિપાલ તરીકે 10 વર્ષથી ફરજ બજાવે છે. 3.50 કરોડ રૂપિયાની લેવડ-દેવડમાં સંજય પટેલનું અપહરણ કરાયું હોવાનો FIR માં ઉલ્લેખ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળાના શિક્ષક હોવા છતાં સંજય પટેલે સરકારી કામ કરવા માટે ભાગીદારીમાં 14 કરોડનું રોકાણ કર્યું હોવાની સત્તાવાર કબૂલાત કરી છે.

શિક્ષક અને તેમની પત્નીનું Dubai માં રોકાણ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) સંચાલિત શાળાના મુખ્ય આચાર્ય સંજય પટેલ અને તેમના પત્ની હિનલબહેન UAE ના રેસીડન્સ વિઝા ધરાવે છે. સંજય પટેલે દુબઈ (Dubai) ખાતે એક નહીં પરંતુ ત્રણ-ત્રણ કંપનીઓ શરૂ કરી છે. છેલ્લાં એક વર્ષમાં સંજય પટેલ પોતાના અને પત્નીના નામે યુમકીન જનરલ ટ્રેડિંગ, શિવાલીક ટ્રાવેલ એન્ડ ટુર્સ અને સ્વરસ ઈન્ફોર્મેશન ટેકનૉલૉજી સૉલ્યુશન નામની કંપની ચલાવી રહ્યાં છે. કંપની શરૂ કરવા માટે લાખો-કરોડો રૂપિયા સંજય પટેલ Dubai કોની મદદથી અને કેવી રીતે લઈ ગયા છે તે એક તપાસનો વિષય છે.

Surat_Municipal_Corporation_Sneh_Rashmi_Primary_School_Amroli_Surat_Teacher_Sanjay_Patel

ગુલ્લીઓ મારી વર્ષમાં 16 વખત વિદેશ પ્રવાસ

મૂળ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના સંજય પટેલ વર્ષોથી શિક્ષકની નોકરીમાં ગુલ્લીઓ મારતા આવ્યા છે. કરોડો રૂપિયાના વ્યવહાર અને વિદેશમાં મોટી રકમનું રોકાણ કરનારા સંજય પટેલ માટે મુશ્કેલી સર્જી છે. સંજય પટેલના UAE પ્રવાસનો દસ્તાવેજ જોતા તેઓ વર્ષ 2023ની 16 જુલાઈથી લઈને 22 જૂન 2024 દરમિયાન 16 વખત સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. રોકાણ અને ધંધાના કામે જતા સંજય પટેલે મોટાભાગે સુરત એરપોર્ટ (Surat Airport) ખાતેથી વિદેશ પ્રવાસ ખેડ્યો છે. દસ્તાવેજ અનુસાર UAE માં સંજય પટેલ દુબઈ એરપોર્ટ (Dubai Airport) અથવા શારજહા એરર્પોટ (Sharjah Airport) ખાતે ઉતરાણ કરતા હતા.

Tags :
Ahmedabad PoliceBankim PatelDubaiDubai airportEducation-DepartmentGujarat FirstGujarat GovernmentManinagar police stationSanjay PatelSharjah AirportSurat AirportSurat Municipal CorporationUAE
Next Article