Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Thief : પોલીસને 2 તૂટેલા દાંત મળ્યા અને ચોર 4 મહિના બાદ પકડાયો

મુંબઈ (Mumba)માં એક ચોર ચોરીના ચાર મહિના પછી તેના બે તૂટેલા દાંતને કારણે પકડાયો હતો. મુંબઇના ઉપનગર બોરીવલીમાં, 'સ્પાઈડર મેન' તરીકે ઓળખાતો એક અજાણ્યો ચોર ચોરી કરીને ભાગતી વખતે બીજા માળેથી નીચે પટકાયો હતો. જેના કારણે તેના બે દાંત તૂટી...
thief   પોલીસને 2 તૂટેલા દાંત મળ્યા અને ચોર 4 મહિના બાદ પકડાયો
Advertisement

મુંબઈ (Mumba)માં એક ચોર ચોરીના ચાર મહિના પછી તેના બે તૂટેલા દાંતને કારણે પકડાયો હતો. મુંબઇના ઉપનગર બોરીવલીમાં, 'સ્પાઈડર મેન' તરીકે ઓળખાતો એક અજાણ્યો ચોર ચોરી કરીને ભાગતી વખતે બીજા માળેથી નીચે પટકાયો હતો. જેના કારણે તેના બે દાંત તૂટી ગયા હતા અને એક પગમાં ફ્રેક્ચર થયું હતું. આ બે તૂટેલા દાંતની મદદથી પોલીસે ચાર મહિના પછી તેની ધરપકડ કરી હતી. ચોરની ઓળખ 29 વર્ષીય રોહિત રાઠોડ તરીકે થઈ હતી.

400 થી વધુ હોસ્પિટલોમાં તપાસ

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પોલીસ અધિકારીએ કહ્યું કે રોહિત રાઠોડ એક રીઢો ગુનેગાર છે. તેની સામે ચોરીના 19 કેસ નોંધાયેલા છે. પોલીસે રોહિતની ઓળખ માટે બોરીવલીની અને તેની આસપાસની 400 થી વધુ હોસ્પિટલોમાં તપાસ કરી હતી. આ પછી તેની દહિસરથી ધરપકડ કરવામાં આવી હતી. રાઠોડની ધરપકડથી પોલીસને બે કેસ ઉકેલવામાં મદદ મળી હતી.

Advertisement

રીઢો ગુનેગાર

રોહિત રાઠોડની અગાઉ ડીએન નગર, કાંદિવલી, બોરીવલી, વાકોલા, સાંતાક્રુઝ, દહિસર, કસ્તુરબા માર્ગ અને અન્ય સહિત ઘણા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે એક વર્ષથી વાકોલા પોલીસ સ્ટેશનમાંથી 'તડીપાર' પણ છે.

રોહિત રસોડાની બારીમાંથી કૂદીને ભાગી ગયો

કહેવામાં આવી રહ્યું છે કે રોહિત 22 જૂનના રોજ રાજારામ તાવડે રોડ સ્થિત અર્પિતા એપાર્ટમેન્ટમાં ચોરી કરવા પહોંચ્યો હતો. અહીં તેણે બીજા માળે આવેલા ફ્લેટમાં ચોરીને અંજામ આપ્યો હતો. ફરિયાદ મુજબ, જ્યારે ઘરમાં હાજર એક સભ્યએ ચોરી થતી જોઈ તો તેણે ઘરના અન્ય સભ્યોને જગાડ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં રોહિત રસોડાની બારીમાંથી કૂદીને ભાગી ગયો હતો. આ પછી ચોરીની જાણ પોલીસને કરવામાં આવી હતી.

સ્થળ પરથી બે દાંત મળી આવ્યા

આ પછી એક ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ ટીમે તપાસ કરતાં સ્થળ પરથી બે દાંત મળી આવ્યા હતા. પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ જોયા તો ચોર કૂદતી વખતે નીચે પટકાયો હતો. જેમાં તેના બે દાંત તૂટી ગયા હતા અને પગમાં પણ ફ્રેક્ચર થયું હતું. જોકે, અંધારાના કારણે ફૂટેજમાં તેનો ચહેરો જોઈ શકાયો ન હતો. ઇજાઓ હોવા છતાં, ચોર દિવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યો હતો.

ચોર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો

પોલીસને ખબર હતી કે આરોપી ચોર ગંભીર રીતે ઘાયલ છે અને તેથી તે ચોક્કસપણે હોસ્પિટલમાં જશે. પોલીસે નજીકની હોસ્પિટલોમાં જઈને તપાસ કરી હતી. જોકે તે મળી આવ્યો ન હતો. આ પછી એક પોલીસકર્મીને દરરોજ અલગ-અલગ હોસ્પિટલોમાં જઈને ચેકિંગ કરવાની ફરજ પર મૂકવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે પોલીસકર્મીએ જોયું કે ચોર વાકોલાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પછી પોલીસે તેના ડિસ્ચાર્જની રાહ જોઈ અને ઘરે પહોંચતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો---એમપીમાં ગઠબંધન પર હંગામો, પણ રાજસ્થાનમાં કોંગ્રેસે લંબાવ્યો ‘હાથ’!

Tags :
Advertisement

.

×