Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાળીનાથ ધામમાં સેવાની અનોખી સરવાણી, આર્મી જવાનથી લઈ CA સુધી બધા જોડાયા સેવામાં

મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. આજે વાળીનાથ મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે 1 લાખ કરતાં પણ વધુ ભક્તો રહ્યા હાજર હતા. આજે યજ્ઞમાં બેસનાર યજમાનોનું...
વાળીનાથ ધામમાં સેવાની અનોખી સરવાણી  આર્મી જવાનથી લઈ ca સુધી બધા જોડાયા સેવામાં
Advertisement

મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. આજે વાળીનાથ મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બીજો દિવસ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે 1 લાખ કરતાં પણ વધુ ભક્તો રહ્યા હાજર હતા. આજે યજ્ઞમાં બેસનાર યજમાનોનું દેહશુદ્ધિ પ્રાયાશ્ચિત વિધિ કરવામાં આવનાર છે. આજે શિવ મહાપુરાણ કથામાં વક્તા ગીરીબાપુ કથા વાચશે જેનો લાભ હજારો ભક્તો ભગવાન વાળીનાથની પાવન ધરા ઉપર લેશે.

Advertisement

તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા.

Advertisement

વાળીનાથ ધામમાં સેવાની અનોખી સરવાણી

ભગવાન વાળીનાથના આ પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેમાંથી શિવ ભક્તો આવી રહ્યા છે. નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો સુધી બધા જ પોત પોતાની રીતે આ મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. ત્યારે વાળીનાથ ધામમાં સેવાની અનોખી વરણી સામે આવી છે.

ઇન્ડિયન આર્મીના જવાનો પણ અહી વાળીનાથ ધામની સેવા અર્થે પહોંચ્યા છે. ભારતીય આર્મીના જવાનો તરભ ધામ ભગવાન વાળીનાથની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો ભાગ બનવા અને મંદિરમાં વિવિધ સેવા આપવા માટે આવેલ છે. 40 જવાનો સાથે માલધારી સમાજના યુવાનો સેવા આપવા અર્થે આવ્યા છે. આ આર્મીના જવાનોને વાળીનાથ ધામમાં આવતા VIP લોકોની સિક્યોરિટીની જવાબદારી આપવામાં આવી છે. ખરા અર્થમાં આ આર્મીના જવાનો સરહદ ઉપર રહી દેશ સેવા સાધી રહ્યા છે અને આવા મહોત્સવમાં સેવા આપી તેઓ સમાજ સેવી પણ બની રહ્યા છે.

આ આર્મીના જવાનો સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જેમાં આર્મીના જવાનો એ જણાવ્યું હતું કે, મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા માટે તેમણે મહિનાઓ અગાઉ રજા મૂકી હતી અને વધુમાં તેમણે તે પણ જણાવ્યું હતું કે, તેઓ માલધારી સમાજના આસ્થાના કેન્દ્ર માટે હંમેશા સેવા માટે તૈયાર છે.

તરભ ધામ વાળીનાથ ખાતે ચા સેવાની અનોખી પહેલ

તરભ વાળીનાથ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દરેક લોકો પોતાની રીતે સેવા આપી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ચા ની સેવા આપતા માલધારી યુવાનો સાથે વાત ચીત કરવામાં આવી હતી. આ માલધારી યુવાનો સતત 24 કલાક સુધી ચા ની સેવા આપી રહ્યા છે.

આ યુવાનો પોતાના રોજિંદા જીવનના કામમાંથી રજા લઈને  આ પ્રતિષ્ઠામાં સેવા અર્થે હાજર રહે છે. સેવા આપતા આ યુવાનોમાં કોઈ સરકારી નોકરી ધરાવતા યુવાનો છે તો કોઈ પોતે CA ના વ્યવસાય સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો -- Jafarabad : દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મોત, રાજ્યની પ્રથમ ઘટના

Tags :
Advertisement

.

×