Mumbai Attack નો માસ્ટર માઇન્ડ લખવી બિન્દાસ્ત જિમમાં વર્ક આઉટ કરતો જોવા મળ્યો
- સોશિયલ મીડિયાએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી
- મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર ઝકીઉર રહેમાન લખવીનો વીડિયો
- લખવી જિમમાં જીમમાં વર્કઆઉટ કરતા જોઈ શકાય છે
- પાકિસ્તાનની કોર્ટે લખવીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી
- આમ છતાં લખવી પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે
Mumbai Attack : આતંકવાદ સામે કાર્યવાહી કરવાની સુફિયાણી વાતો કરતા પાકિસ્તાનની પોલ ખુલી ગઇ છે. સોશિયલ મીડિયાએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક સનસનીખેજ વીડિયોમાં 2008ના મુંબઈ હુમલા (Mumbai Attack)ના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર ઝકીઉર રહેમાન લખવીને જિમમાં કસરત કરતો જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં મુક્તપણે ફરતો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં લખવી ડાન્સ ક્લાસમાં હાજરી આપતા અને જીમમાં વર્કઆઉટ કરતા જોઈ શકાય છે.
લખવીએ તેનો લુક બદલ્યો
જો કે વિડિયોના લોકેશન અને તારીખ વિશેની વિગતો સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લખવીએ તેનો લુક બદલ્યો છે. અગાઉ તે ઈસ્લામાબાદમાં કોર્ટના કેમેરામાં કેદ થયો હતો. તે સમયે તે લાંબી દાઢી સાથે જોવા મળ્યો હતો. વાયરલ વિડીયોમાં લખવીને સંપૂર્ણ શેવ થયેલો જોઈ શકાય છે.
પાકિસ્તાનની કોર્ટે લખવીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી
2021માં પાકિસ્તાનની કોર્ટે લખવીને આતંકવાદને મદદ કરવા બદલ પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. ભારત અને અમેરિકાએ લખવી પર 2008ના મુંબઈ આતંકી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 160 લોકો માર્યા ગયા હતા. જોકે, પાકિસ્તાને મુંબઈ હુમલામાં લખવીની સંડોવણીનો લાંબા સમયથી ઈન્કાર કર્યો હતો. પરંતુ નાણાકીય કટોકટી અને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ના ગ્રે લિસ્ટમાં સમાવેશ પછી, પાકિસ્તાને તેને જેલમાં મોકલવો પડ્યો હતો. જો કે આમ છતાં લખવી ઘણી વખત પાકિસ્તાનની સડકો પર મુક્તપણે ફરતો જોવા મળ્યો છે.
ભારતે પાકિસ્તાનને લખવીને સોંપવાની માંગ કરી છે
લખવીને સોંપવા માટે ભારતે પાકિસ્તાનને વારંવાર અપીલ કરી છે, પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે તે મુંબઈ હુમલા સાથે જોડાયેલા કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતને સોંપશે નહીં. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે આવા લોકો પર પાકિસ્તાનમાં જ કેસ ચલાવવામાં આવશે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લખવી અને અજમલ કસાબ બંને પાકિસ્તાનના એક જ વિસ્તારના છે.
આ પણ વાંચો-----Pakistan: લાહોર અને મુલતાનમાં 3 દિવસનું લોકડાઉન
1+
🚨🇵🇰 Big Breaking & #ExclusiveHere we go...
📍UN & US designated terrorist & mastermind of 26/11 Mumbai attack "Zakir Rehman Lakhvi" is reportedly out of prison in Pakistan.https://t.co/XSDgVAMVzG pic.twitter.com/9g8l7oNKtY
— OsintTV 📺 (@OsintTV) October 12, 2024
લખવીના ફોન કોલ્સ
ધ ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાની સત્તાવાળાઓ અમેરિકન અને બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવા તરીકે લખવીની વાતચીતના સંકેતો સ્વીકારવા તૈયાર નથી. આ કડીઓમાં લખવીના ફોન કોલ્સનો સમાવેશ થાય છે જે તેણે મુંબઈની તાજ હોટલમાં છુપાયેલા હુમલાખોરોને કર્યા હતા. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે કસાબનું નિવેદન અને અન્ય પુરાવા કોર્ટમાં સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે આ નિવેદનો ભારતના દબાણ હેઠળ લેવામાં આવ્યા છે, તેથી તેમને કોઈપણ ન્યાયિક પ્રક્રિયામાં સ્વીકારી શકાય નહીં. તેમણે દાવો કર્યો હતો કે આ માહિતી કોર્ટમાં ટ્રાયલ માટે માન્ય ન હોઈ શકે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ગંભીર મતભેદો છે.
લખવી વિશે ભારતીય અને અમેરિકન અધિકારીઓ શું કહે છે?
2009 માં, ભારતીય અધિકારીઓએ દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ માને છે કે લખવી અને લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ યુસુફ મુઝમ્મિલ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હતો. ભારતીય અને અમેરિકી અધિકારીઓએ કહ્યું કે જ્યાં સુધી ઈસ્લામાબાદ સામેલ લોકો પર કાર્યવાહી ન કરે અને ભારતીય ધરતી પર હુમલા સાથે જોડાયેલા અન્ય આતંકવાદી જૂથો સામે કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેઓ સંતુષ્ટ થશે નહીં.
પાકિસ્તાનની અનિચ્છા આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર પ્રશ્ન
આપને જણાવી દઈએ કે લખવીનું પાકિસ્તાનમાં આઝાદ રીતે ફરવું અને આ મામલે આંતરિક તપાસ કરાવવાની પાકિસ્તાનની અનિચ્છા આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર પ્રશ્ન છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મુદ્દો આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહીની જરૂરિયાતને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
આ પણ વાંચો---Lahore બન્યું વિશ્વનું પ્રદૂષિત શહેર, લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ


