Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iron Dome : ઇઝરાયેલનું આ ઘાતક શસ્ત્ર, જેણે હિઝબુલ્લાહના સેંકડો રોકેટો તોડી પાડ્યા..Video

ઈઝરાયેલ સરકાર દ્વારા એન્ટી મિસાઈલ આયર્ન ડોમનો વીડિયો શેર કરવામાં આવ્યો આયર્ન ડોમ ઈઝરાયેલ તરફ આવી રહેલી મિસાઈલને આકાશમાં જ નષ્ટ કરે છે આયર્ન ડોમને ઈઝરાયેલની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો Iron Dome...
iron dome   ઇઝરાયેલનું આ ઘાતક શસ્ત્ર  જેણે હિઝબુલ્લાહના સેંકડો રોકેટો તોડી પાડ્યા  video
Advertisement
  • ઈઝરાયેલ સરકાર દ્વારા એન્ટી મિસાઈલ આયર્ન ડોમનો વીડિયો શેર કરવામાં આવ્યો
  • આયર્ન ડોમ ઈઝરાયેલ તરફ આવી રહેલી મિસાઈલને આકાશમાં જ નષ્ટ કરે છે
  • આયર્ન ડોમને ઈઝરાયેલની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો

Iron Dome : ઇઝરાયેલ અને લેબનોન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ વચ્ચે હવાઈ હુમલા ચાલુ છે. અહેવાલ છે કે ઈઝરાયેલ દ્વારા સેંકડો હવાઈ હુમલા બાદ હિઝબુલ્લાએ પણ જવાબી કાર્યવાહી કરી છે. આ દરમિયાન ઈઝરાયેલ સરકાર દ્વારા એન્ટી મિસાઈલ આયર્ન ડોમ (Iron Dome)નો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પછી એક રોકેટ અને મિસાઈલનો નાશ થતો જોવા મળી રહ્યો છે.

આયર્ન ડોમ ઈઝરાયેલ તરફ આવી રહેલી મિસાઈલને આકાશમાં જ નષ્ટ કરે છે

ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે સોમવારે એક વીડિયો શેર કર્યો છે. 27 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે આયર્ન ડોમ ઈઝરાયેલ તરફ આવી રહેલી મિસાઈલને આકાશમાં જ નષ્ટ કરી રહ્યો છે. મંત્રાલયે લખ્યું, 'ઉત્તરી ઈઝરાયેલમાં આયર્ન ડોમ કામ કરી રહ્યો છે.' 2011થી ઈઝરાયેલની સુરક્ષા કરી રહેલા આયર્ન ડોમને ઈઝરાયેલની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો---Hezbollahનો વળતો હુમલો, ઇઝરાયેલમાં ઇમરજન્સી જાહેર

Advertisement

ઈઝરાયેલની સેનાએ પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી

અહીં ઈઝરાયેલની સેનાએ પણ પોતાના નાગરિકોને હિઝબુલ્લાહ દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા અંગે ચેતવણી આપી છે. અહેવાલ છે કે ઈઝરાયેલના ઉત્તરમાં હાઈફા અને કાર્મેલમાં એર એલર્ટ સાયરન સક્રિય થઈ ગયા છે.

સોમવારે 1 હજારથી વધુ સ્થળો પર હવાઈ હુમલા

ઇઝરાયેલના સૈન્યના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે સૈન્ય ઇઝરાયેલ સાથેની લેબનોનની સરહદ પરથી હિઝબુલ્લાહને હાંકી કાઢવા માટે 'જે જરૂરી હોય તે કરશે'. હગારીએ દાવો કર્યો હતો કે સોમવારે વ્યાપક હવાઈ હુમલાથી હિઝબુલ્લાહને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું, 'અમે યુદ્ધ નથી ઈચ્છતા. અમે ધમકીઓને દૂર કરવા માંગીએ છીએ. આ મિશનને પૂર્ણ કરવા માટે અમે જે કંઈ પણ કરીશું તે કરીશું. અમે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ. હગારીએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાએ ગયા ઓક્ટોબરથી ઇઝરાયલને નિશાન બનાવતા લગભગ 9,000 રોકેટ અને ડ્રોન હુમલાઓ શરૂ કર્યા છે, જેમાં એકલા સોમવારે ફાયર કરવામાં આવેલા 250 રોકેટ અને ડ્રોનનો સમાવેશ થાય છે.

ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ સોમવારે 1,300 હિઝબોલ્લાહના લક્ષ્યો પર હુમલો કર્યો

એક લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ સોમવારે 1,300 હિઝબોલ્લાહના લક્ષ્યો પર હુમલો કર્યો હતો, જેમાં ક્રુઝ મિસાઇલો, લાંબા અને ટૂંકા અંતરના રોકેટ અને હુમલાના ડ્રોનનો નાશ કર્યો હતો. તેમણે કહ્યું કે ઘણા હિઝબુલ્લાહ લડવૈયાઓ રહેણાંક વિસ્તારોમાં છુપાયેલા છે, અને ખાનગી ઘરોમાં છુપાયેલા શસ્ત્રોના ફોટોગ્રાફ્સ બતાવ્યા છે. હિઝબુલ્લાહએ દક્ષિણ લેબનોનને યુદ્ધ ક્ષેત્રમાં ફેરવી દીધું છે. તેમણે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ પાસે લગભગ 150,000 રોકેટ અને મિસાઇલો છે, જે ઇઝરાયેલમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે.

આ પણ વાંચો---Israel and Hezbollahના ઝઘડામાં હવે જગત જમાદારની આર્મી પણ પહોંચશે...

Tags :
Advertisement

.

×