Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દાંતા તાલુકાનું એક એવું ગામ જ્યાં વિકાસના નામે શૂન્ય

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી ભારત દેશ ખેતીપ્રધાન અને નદી નાળાઓનો દેશ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ ધરાવે છે ભારત દેશમાં વિવિધ રાજ્યો આવેલા છે જેમાં ગુજરાત એટલે વિકાસશીલ રાજ્ય તરીકે લોકો ઓળખતા થયા છે પરંતુ વાત કરવામાં આવે તો આ ગુજરાતમાં કેટલા...
દાંતા તાલુકાનું એક એવું ગામ જ્યાં વિકાસના નામે શૂન્ય
Advertisement

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી

ભારત દેશ ખેતીપ્રધાન અને નદી નાળાઓનો દેશ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ ધરાવે છે ભારત દેશમાં વિવિધ રાજ્યો આવેલા છે જેમાં ગુજરાત એટલે વિકાસશીલ રાજ્ય તરીકે લોકો ઓળખતા થયા છે પરંતુ વાત કરવામાં આવે તો આ ગુજરાતમાં કેટલા ગામ એવા આવેલા છે કે જેમા આજે પણ લોકો જીવના જોખમે અને સરકારની સહાય વિના જીવી રહ્યા બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે આ તાલુકામાં 186 કુલ ગામો આવેલા છે જેમાં 3 ગામ ધરોઈ ડેમમાં ડૂબ મા આવી ગયા છે. આ 3 ગામ પૈકીના ઉમેદપુરા ગામની જ્યારે મુલાકાત લેવામાં આવી તો ખ્યાલ આવ્યો કે હજુ આ ગામ સુધી વિકાસ પહોંચ્યો નથી અને સરકારની યોજનાઓ પણ આ ગામમાં જોવા મળતી નથી લોકો જીવના જોખમે જીવી રહ્યા છે અને દયનીય સ્થિતિમાં પોતાના પરિવાર સાથે રહી રહ્યા છે. આ ગામના બાળકો આ જ કારણે વધુ અભ્યાસ કરી શકતા નથી અને સાક્ષરતામાં આ ગામ હજુ ઘણું પાછળ છે.

Advertisement


દાંતા તાલુકાનુ ઉમેદપુરા ગામ આ ગામની વાત કરવામાં આવે તો આ ગામ ધરોઈ ડુબમાં ગયેલું ગામ છે. એક તરફ ધરોઈ ડેમ અને બીજી તરફ પહાડની વચ્ચે આવેલું છે ઉમેદપુરા ગામ જ્યા કોઇ એસટી બસ આવતી નથી કે બીજા કોઈ ખાનગી વાહનો આવતા નથી. ગામમા સરકારી શાળા નથી, ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી , બીજા ગામથી ઉમેદપુરા જવા માટે ડેમના પાણી માથી જીવના જોખમે વાહન લઈ જવા પડે છે. પાસેના ગામથી ઉમેદપુરા જવા માટે ગામ લોકોએ 2 લાખ ફાળો ઉઘરાવી 1.5 કિમી પહાડો પર જાતે જ રસ્તો બનાવ્યો છે.આ ગામમા 12 મહિનામા માત્ર 4 મહિના જ લોકો ખેતી કરી શકે છે. વરસાદ આવતા આ ગામ આખુ પાણી મા ડુબાઇ જાય છે.

Advertisement

ગામ ડુબાઇ જતા ગામનાં બાળકો પાસેના ગામમા અભ્યાસ કરવા જઈ શકતા નથી. ગામ લોકોની વધુ રજૂઆત બાદ ગામમાં એક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે જેમાં એક થી પાંચ ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને છઠ્ઠા ધોરણથી બે કિલોમીટર ચાલીને પાસેના જોરાપુરા ગામમાં બાળકોને ચાલીને જવું પડે છે અને સાંજે ચાલીને પરત આવું પડે છે.ચોમાસાની વાત કરવામાં આવે તો ધરોઈ ડેમમાં 622 લેવલ થાય તો ગામ લોકો ગામમાં રહી શકે છે પરંતુ ધરોઈ ડેમની સપાટી 632 ફૂટ પર પહોંચે તો આખું ગામ જોખમમાં અને ડોકમાં જતું રહે છે.

ત્યારે  ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં કુલ 55 કાચા ઘર આવેલા છે અને અઢીસો લોકો આ ગામમાં વસવાટ કરે છે. આ ગામમાં કોઈપણ દુકાન આવેલ નથી. મીડિયા દ્વારા જરા ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે જીવના જોખમે વાહન લઈને જવું પડ્યું હતું અને ધરોઈ ડેમ માંથી ગાડી પસાર કરવી પડી હતી.વિપુલ ઠાકોર શાળાના બાળકે પોતાની સમસ્યા જણાવી હતી, અને આ જ કારણે આ ગામના બાળકો વધુ અભ્યાસ કરી શકતા નથી તેમ પણ જણાવ્યું હતું. આ ગામના ગ્રામજનો જગાજી સોલંકી,હુરસંગજી ઠાકોર,કેશાજી ઠાકોર સહીત ગામ લોકોએ પોતાની સમસ્યાઓ જણાવી હતી.

આ પણ  વાંચો - એવું તે શું થયું કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું…હું દિલગીર છું…!

Tags :
Advertisement

.

×