Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાસણામાં પાન પાર્લર ચલાવતા યુવકે કર્યો આપઘાત : MLA અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકર સહિત 6 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

MLA ના ભત્રીજા સામે આપઘાત દૂષ્પ્રેરણાનો કેસ : વાસણા વિસ્તારમાં “ગુજ્જુ ભાઈ પાન પેલેસ” નામની પાન પાર્લરના માલિક અંકિત સોલંકી (ઉં. આશરે 28)એ આપઘાત કરી લીધું છે. આપઘાત પહેલાં તેણે વૉટ્સએપ પર લખેલી સુસાઈડ નોટમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકર સહિત 6 યુવાનો પર માનસિક ત્રાસ આપવાનો અને બદનામ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. વાસણા પોલીસે આ છ યુવાનો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાસણામાં પાન પાર્લર ચલાવતા યુવકે કર્યો આપઘાત   mla અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકર સહિત 6 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
Advertisement
  • MLA અમિત ઠાકરના ભત્રીજા નીલ સહિત 6 વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો
  • યુવકનો આપઘાત : સુસાઈડ નોટમાં હર્ષ સંઘવીને ન્યાયની અપીલ
  • “અમિત ઠાકરની શરમ ભરીને કેસ ન દબાવતા” – અંકિત સોલંકીની સુસાઈડ નોટ
  • પૈસા પડાવવા અને વીડિયોની ધમકીથી કંટાળેલો યુવકે કર્યો આપઘાત
  • વાસણામાં ફરી રાજકીય બાહુબલીનો આરોપ : 6 યુવાનો સામે FIR

MLA ના ભત્રીજા સામે આપઘાત દૂષ્પ્રેરણાનો કેસ : વાસણા વિસ્તારમાં “ગુજ્જુ ભાઈ પાન પેલેસ” નામની પાન પાર્લરના માલિક અંકિત સોલંકી (ઉં. આશરે 28)એ આપઘાત કરી લીધું છે. આપઘાત પહેલાં તેણે વૉટ્સએપ પર લખેલી સુસાઈડ નોટમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા નીલ ઠાકર સહિત 6 યુવાનો પર માનસિક ત્રાસ આપવાનો અને બદનામ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. વાસણા પોલીસે આ છ યુવાનો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આરોપીઓનાં નામ

નીલ ઠાકર (ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા)
રાજ સુખવાસીયા
માનવ ઠક્કર
મિહિર દેસાઈ
ઉમંગ દેસાઈ
તીર્થ પ્રધાન

Advertisement

મૃતક અંકિત સોલંકીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “આ લોકો મારી પાસે પૈસા પડાવવા આવતા હતા. અગાઉ દારૂના કેસમાં પકડાયા હોવાથી મને હેરાન કરતા હતા. નીલ ઠાકરે મારો વીડિયો બતાવીને બદનામ કરવાની ધમકી આપી હતી. હું માનસિક ત્રાસથી કંટાળી ગયો છું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીને વિનંતી છે કે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરની શરમ ભરીને આ કેસ દબાવી ન દેતા. મારા મૃત્યુનું કારણ આ જ લોકો છે.”

Advertisement

અંકિતના પરિવારજનોએ જણાવ્યું કે, આરોપીઓ લગભગ એક વર્ષથી અંકિતને માનસિક અને આર્થિક રીતે ત્રાસ આપતા હતા. દારૂના જૂના કેસનો ઉલ્લેખ કરીને પૈસા પડાવવા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ ત્રાસથી કંટાળીને અંકિતે આપઘાત કરી લીધું.

વાસણા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા , ગુનાહિત ધમકી તેમજ સામુહિક ગુના હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ તમામ આરોપીઓની શોધખોળ ચાલુ છે અને તેમની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને યુવાનોને હેરાન કરવાના આરોપોને વેગ આપ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ મામલે ભારે રોષ વ્યક્ત થઈ રહ્યો છે.

આ પણ વાંચો- Ahmedabad : સ્પીડની મજા બની મોતની સજા ; BMW બાઈક ચાલકની 163 સ્પીડથી થઈ ટક્કર, જૂઓ વીડિયો

Tags :
Advertisement

.

×