Delhi માં ગાઢ ધુમ્મસ, તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું; જાણો દેશના અન્ય ભાગોમાં કેવું રહેશે હવામાન?
- Delhi-NCR સહિત ઉત્તર ભારતના હવામાન બગડ્યું
- ચક્રવાતી તોફાન Fengal ના કારણે વરસાદ અને ઠંડીમાં વધારો
- Delhi ની હવા વધુ ખરાબ, કાશ્મીરમાં હિમવર્ષા શરૂ ચાલુ
દિલ્હી (Delhi)ની હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી. પ્રતિકૂળ હવામાનને કારણે આગામી ત્રણ દિવસ સુધી શહેરની હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહેવાની ધારણા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, શનિવારે સાંજે 4 વાગ્યે દિલ્હી (Delhi)નો 24 કલાકનો સરેરાશ AQI 346 નોંધાયો હતો. દિલ્હી (Delhi) માટે એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીની AQI આગામી ત્રણ દિવસ સુધી 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહેવાની ધારણા છે. સેન્ટર ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની ડિસીઝન સપોર્ટ સિસ્ટમ (DSS) દ્વારા અહેવાલ મુજબ વાહનોના ઉત્સર્જનને સામાન્ય રીતે દરરોજ બપોરના સમયે અપડેટ કરવામાં આવે છે.
#WATCH दिल्ली: आनंद विहार में AQI 345 है, जिसे केंद्रीय प्रदूषण नियंत्रण बोर्ड (CPCB) के अनुसार 'बहुत खराब' श्रेणी में रखा गया है। pic.twitter.com/lfUSSlWvNF
— ANI_HindiNews (@AHindinews) December 1, 2024
કાશ્મીરમાં હિમવર્ષા...
કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ રાત્રિનું તાપમાન શૂન્યથી ઉપર હોવા છતાં, શનિવારે ખીણની ઊંચાઈએ આવેલા પર્યટક નગરો સહિત ઘણા સ્થળોએ તાજી હિમવર્ષા થઈ હતી. કાશ્મીરમાં ઘણા ઊંચાઈવાળા સ્થળોએ તાજી હિમવર્ષા થઈ. અનંતનાગ જિલ્લાના પહલગામમાં આ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. ગુલમર્ગ અને સોનમર્ગ સહિત અન્ય પ્રવાસન સ્થળો પર હિમવર્ષા થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરેઝ, ઝોજિલા એક્સિસ અને કેટલાક અન્ય ઉપરી વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ હતી.
વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના...
હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, રવિવારે કાશ્મીરમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે અને ઊંચા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. ઓફિસ અનુસાર, 2 ડિસેમ્બરથી બે દિવસ સુધી ઊંચાઈવાળા સ્થળોએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, 4 થી 7 ડિસેમ્બર દરમિયાન હવામાન સામાન્ય રીતે શુષ્ક રહી શકે છે, ત્યારબાદ 8 ડિસેમ્બરે ઉચ્ચ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા હિમવર્ષા શક્ય છે. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર કાશ્મીરમાં વાદળછાયું આકાશને કારણે રાત્રિના તાપમાનમાં વધારો થયો હતો અને મોટાભાગના સ્થળોએ પારો શૂન્યથી ઉપર હતો.
#WATCH दिल्ली: केंद्रीय प्रदूषण नियंत्रण बोर्ड (CPCB) के अनुसार, राष्ट्रीय राजधानी में वायु गुणवत्ता सूचकांक (AQI) 'बहुत खराब' श्रेणी में बना हुआ है और भीकाजी कामा प्लेस के आसपास के क्षेत्र में धुंध की एक परत छाई हुई है। pic.twitter.com/L5LdUDu0Lp
— ANI_HindiNews (@AHindinews) December 1, 2024
આ પણ વાંચો : Delhi : AAP ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ, ગેંગસ્ટર સાથેનો ઓડિયો થયો વાયરલ
મહારાષ્ટ્રમાં પારો 8.9 ડિગ્રી સેલ્સિયસ...
મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં તાપમાન ઘટી રહ્યું છે અને ઉત્તરીય પ્રદેશના નાસિકમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બીડ અને જેઉર (સોલાપુર)માં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અહિલ્યાનગરમાં તે 10.7 ડિગ્રી સેલ્સિયસ હતું. IMD અનુસાર, સાતારા અને મહાબળેશ્વરમાં અનુક્રમે 11.9 ડિગ્રી સેલ્સિયસ અને 11.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સાંગલીમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી જ્યારે કોલ્હાપુરમાં 16.7 ડિગ્રી સેલ્સિયસ હતું. IMD એ જણાવ્યું કે, ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવમાં પારો ઘટીને 11.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો. IMD (મુંબઈ)ના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે કહ્યું કે, ચક્રવાત 'Fengal'ના કારણે ભેજ વધવાને કારણે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આશંકા...
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ દરિયાકાંઠા અને રાયલસીમા પ્રદેશોમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. રવિવારે પ્રકાશમ, SPSR-નેલ્લોર, YSR કુડ્ડાપાહ, અન્નમય્યા, તિરુપતિ અને ચિત્તૂર જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. દરમિયાન સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે CM એન. ચંદ્રાબાબુ નાયડુએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગો સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. નાયડુએ અધિકારીઓને વાસ્તવિક સમયમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, રિયલ ટાઈમ ગવર્નન્સ (RTG) દ્વારા સતત દેખરેખ રાખીને લોકોને સતર્ક કરવા જોઈએ. CM એ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓના કલેક્ટરને જાનમાલનું નુકસાન અટકાવવા સાવચેતીના પગલા તરીકે ડિઝાસ્ટર ટીમોને તૈયાર રાખવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : Rajasthan : CM ભજનલાલ સરકારનો મોટો નિર્ણય, જો હવે બળજબરી ધર્મ પરિવર્તન કરશો તો ખેર નહીં...
તમિલનાડુ- ચક્રવાતી તોફાન 'Fengal' થી તબાહી...
ચક્રવાતી વાવાઝોડું 'Fengal' પુડુચેરી નજીક લેન્ડફોલ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચક્રવાતના આગમનની પ્રક્રિયા 30 નવેમ્બરની સાંજે 5.30 વાગ્યે શરૂ થઈ હતી. ચક્રવાત જ્યાં ત્રાટક્યું છે તે સ્થાન 'પુડુચેરી ક્ષેત્ર'ની નજીક છે. ચક્રવાત અમુક હદ સુધી દરિયાકાંઠાને પાર કરી ગયું છે. તે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી દરિયાકિનારાને પાર કરે તેવી શક્યતા છે.
ચક્રવાત Fengal પુડુચેરી નજીક પહોંચે તેવી શક્યતા...
ચક્રવાતી તોફાન Fengal પુડુચેરી નજીક પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ સ્થાનિક લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. ચક્રવાતી તોફાન પુડુચેરીની નજીક પહોંચવાની સંભાવના છે અને આ દરમિયાન પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો : Maharashtra : NCP નેતા અજિત પવારનું મોટું નિવેદન, CM અને ડેપ્યુટી CM અંગે આપ્યા મોટા સમાચાર...


