Aravalli : કેજરીવાલના પ્રહાર! કહ્યું- ગુજરાતમાં BJP-કોંગ્રેસ ગઠબંધનની સરકાર ચાલે છે..!
- અરવલ્લીમાં AAP નેતા અરવિંદ કેજરીવાલના સરકાર પર પ્રહાર (Aravalli)
- સાબરકાંઠાની ભૂમી ન્યાય અને સન્માન માંગે છે : અરવિંદ કેજરીવાલ
- પશુપાલકોએ હક માગતા તેમના પર લાઠીચાર્જ કરાયો : કેજરીવાલ
- ટીયરગેસનાં સેલ છોડાયા, જેમાં એકનું મોત થયું : કેજરીવાલ
- ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર ચાલે છે : કેજરીવાલ
Aravalli : આમ આદમી પાર્ટી (AAP) નાં સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) હાલ ગુજરાતનાં પ્રવાસે છે. આજે અરવલ્લીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સાબરકાંઠાની ભૂમી ન્યાય અને સન્માન માંગે છે. અમે ખેડૂત અને પશુપાલકોના સમર્થનમાં લડત લડીશું. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) ગઠબંધનની સરકાર ચાલે છે.
આ પણ વાંચો - "હમણાં કરપ્શન ન કરશો" – Fix Pay ના આંદોલનકારીઓના ગ્રુપનો મેસેજ વાયરલ
અરવલ્લીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલના પ્રહાર
સાબરકાંઠાની ભૂમી ન્યાય અને સન્માન માંગે છેઃ કેજરીવાલ
પશુપાલકોએ હક માગતા તેમના પર લાઠીચાર્જ કરાયોઃ કેજરીવાલ
ટીયરગેસના સેલ છોડાયા જેમાં એકનું મોત થયુંઃ કેજરીવાલ
જો પશુપાલકોને તેમનો હક મળે તો ગરીબી દુર થાયઃ કેજરીવાલ
સહકારનો મતલબ છે ખેડૂત… pic.twitter.com/PVJTZHOpuL— Gujarat First (@GujaratFirst) July 23, 2025
સાબરકાંઠાની ભૂમી ન્યાય અને સન્માન માંગે છે : અરવિંદ કેજરીવાલ
AAP સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન આજે અરવલ્લી (Aravalli) પહોંચ્યા છે. અહીં, તેમણે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને ગંભીર આરોપ લગાવ્યા છે. ભાવફેર મામલે દુધ ઉત્પાદકોનાં વિરોધ મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સાબરકાંઠાની (Sabarkantha) ભૂમી ન્યાય અને સન્માન માંગે છે. પશુપાલકોએ હક માગતા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેમના પર ટીયરગેસનાં સેલ છોડવામાં આવ્યા, જેમાં એકનું મોત થયું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો પશુપાલકોને તેમનો હક મળે તો ગરીબી દૂર થાય.
આ પણ વાંચો - ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા સામે સરકારનું કડક વલણ! ગુનેગારને 7 વર્ષથી લઈને આજીવન કેદ...
પશુપાલકોને પોતાનો હક મળ્યો નથી અને એ હક માંગવા તેઓ ગયા હતા પણ તેમ છતાં તેમને તેમનો હક મળ્યો નહીં.
ભાજપના લોકો ગરીબ ખેડૂતોના હકના પૈસા લૂંટીને મોટા મોટા મહેલો બનાવી રહ્યા છે.@ArvindKejriwal#ખેડૂત_પશુપાલક_મહાપંચાયત pic.twitter.com/q7isCEVw7V
— AAP Gujarat (@AAPGujarat) July 23, 2025
અત્યારે સહકાર પર ભાજપે કબ્જો કરી લીધો છે : અરવિંદ કેજરીવાલ
અરવલ્લીમાં યોજાયેલ જાહેરસભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સહકારનો મતલબ છે ખેડૂત અને પશુપાલકો તેને ચલાવે. પરંતુ, અહીં અત્યારે સહકાર પર ભાજપે કબ્જો કરી લીધો છે. તેમણે હુંકાર સાથે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર ચાલે છે અને અમે ખેડૂત અને પશુપાલકોના સમર્થનમાં લડીશું. જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે વડોદરાની (Vadodara) મુલાકાત લીધી હતી અને સાબરડેરી અને ચૈતર વસાવા મામલે (Chaitar Vasava) તેમણે રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 30 વર્ષથી અહીં તાનાશાહીનું રાજ છે. કોંગ્રેસ પણ ભાજપ સાથે મળેલી છે. અમે ગુજરાતનાં લોકોની પીડા સમજવા આવ્યા છીએ. હવેથી ગુજરાતમાં AAP જ વિપક્ષ છે.
આ પણ વાંચો - Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી


