Narmada: મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદનો મોટો ધડાકો, એજન્સીએ દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા: મનસુખ વસાવા
- મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ મનસુખ વસાવાનો મોટો ધડાકો
- કામ કરનાર એજન્સીના માણસો મહિના પહેલા મળ્યા હતા
- એજન્સીના માણસોએ મને લિસ્ટ બતાવ્યું: મનસુખ વસાવા
- દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા: મનસુખ વસાવા
- મનસુખભાઈ પાસે જે ડેટા છે તેને જગજાહેર કરેઃ ચૈતર વસાવા
- જેને પણ કટકી લીધી છે તેના નામ જાહેર કરેઃ ચૈતર વસાવા
નર્મદામાં મનરેગા કૌભાંડ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોટો ધડાકો કર્યો છે. કામ કરનાર એજન્સીના માણસો તેઓને મળ્યા હતા. મે તેઓ રાજપીંપળા ગેસ્ટ હાઉસમાં બોલાવી બધા સામે મીટીંગ કરી હતી. એજન્સીના માણસોએ મને લિસ્ટ બતાવ્યું. જેમાં દરેક પક્ષના નેતાઓ રૂપિયા આપ્યા હતા. વિપક્ષના નેતાઓ પર આક્ષેપ કર્યા હતા. તેમજ કેટલાક શાહુકાર બને છે તેવાએ પણ રૂપિયા લીધા છે. સ્વર્ણિમ નામની એજન્સી છે તેના કામની પણ તપાસ થાય છે. સાંસદે કહ્યું કે સરકારે મનરેગા યોજનાના કામોની દરેક જિલ્લામાં તપાસ કરવી જોઈએ.
સાંસદ ને અભિનંદન આપું છું: ચૈતર વસાવા
સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ બાબતે ખુલાસો કર્યો હતો. તેની સામે ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે, સાંસદે કહ્યું કે ગાંધીનગર હપ્તા પહોંચે છે અને જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યો, સાંસદોને પણ કૌભાંડીઓએ હપ્તા આપ્યા છે. જે બાબતે ચૈતર વસાવાએ કહ્યું કે, મનસુખ વસાવાની જ સરકાર છે અને તેમને કહ્યું તે સાચી વાત છે. ગાંધીનગર સુધી આ કૌભાંડનું જડ છે. જો તપાસ કરાવવામાં આવે તો બધા લોકો સંડોવાય તેમ છે. ચૈતર વસાવાએ કહ્યું કે, પહેલા જ્યારે મે આ વાત કરી હતી. ત્યારે મનસુખ વસાવાએ ના કહી હતી કે એવું કોઈ કૌભાંડ થયું જ નથી. આજે સાંસદ જાતે જ કહે છે કે ઉપર સુધી હપ્તા પહોંચે છે. આ કહેવા બદલ સાંસદને અભિનંદન આપું છું.
આ પણ વાંચોઃ Gandhinagar : સેક્ટર 1માં બાળકના મોતને લઈને વિરોધ, સેક્ટર ૧ થી ૩૦ ડ્રેનેજ ની કામગીરી ચાલુ: કમિશ્નર
મોટા કૌભાંડીઓ પર બુલડોઝર કયારે ફરશે ચૈતર વસાવાની માંગ
આ એજન્સીઓ સાથે નર્મદા સુગર ફેક્ટરી અને કરજણ ગેસ્ટ ગાઉસ ખાતે મનસુખ વસાવાએ ઘણી મીટીંગો કરી છે. મનસુખભાઈ પાસે જે ડેટા છે તે ડેટા જગ જાહેર કરે અને જેને પણ કટકી ખાધી છે. તેમના નામ પણ જાહેર કરે અને કેટલી રકમ લીધી છે. તે પણ જાહેર કરે તેવી વિનંતી ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે. 7 ટર્મના ભાજપના સાંસદ આટલા મોટા કૌભાંડથી માહિતદાર કરે છે. જેથી તેની તપાસ થવી જ જોઈએ. અમે ક્યારેય કોઈ એજન્સી સાથે બેઠા નથી કે આ એજન્સીઓથી પરિચિત નથી. દાદાનું બુલડોઝર નાના લોકો પર ફરે છે. હવે આ મોટા કૌભાંડીઓ પર બુલડોઝર ક્યારે ફરશે તેવી માંગ ચૈતર વસાવાએ કરી છે.
આ પણ વાંચોઃ Rajkot : સરધાર ગામમાં અસામાજિક તત્વોનો આતંક, ગ્રામજનોએ એક દિવસ બંધ પાળી નોંધાવ્યો વિરોધ


