Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAP MLA Chaitar Vasava ને હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન

AAP MLA Chaitar Vasava ને નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને જામીન મળ્યા છે
aap mla chaitar vasava ને હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન
Advertisement
  • AAP MLA Chaitar Vasava ના જામીન મંજૂર
  • નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને મળ્યા જામીન
  • હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન

AAP MLA Chaitar Vasava: આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે. જેમાં નવરાત્રીના પહેલા દિવસે ચૈતર વસાવાને જામીન મળ્યા છે. તેમાં હાઈકોર્ટે શરતોને આધીન ચૈતર વસાવાને જામીન આપ્યા છે. જેમાં એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં ન જવાની શરતી જામીન છે.

ડેડીયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખે ફરિયાદ કરી હતી

ઉલ્લેખનીય છે કે, 'લાફાકાંડ' માં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતનાં (Dediapada Taluka Panchayat) પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્યની ધરપકડ કરી હતી. ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ચૈતર વસાવા પર વર્ષ 2023 માં વનકર્મીને માર મારવાનો પણ આરોપ છે.

Advertisement

Advertisement

AAP MLA Chaitar Vasava: આદિવાસી સમુદાય અને AAPનું સમર્થન

ચૈતર વસાવા એક આદિવાસી નેતા તરીકે નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારોમાં નોંધપાત્ર સમર્થન ધરાવે છે. AAPના નેતાઓ, જેમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો સમાવેશ થાય છે, તેમણે આ કેસને રાજકીય દબાણનું પરિણામ ગણાવીને રેલીઓ અને જાહેર સભાઓ યોજી છે.

આદિવાસી સમુદાયના કાર્યકર્તાઓએ પણ ચૈતરને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો

આદિવાસી સમુદાયના કાર્યકર્તાઓએ પણ ચૈતરને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરીને આવેદનપત્રો આપ્યા છે. ફરિયાદી સંજય વસાવાએ જાહેરમાં એવું કહ્યું હતું કે જો ચૈતરની પત્ની વર્ષા વસાવા મહિલા નેતા ચંપાબેનની માફી માંગે તો તેઓ ફરિયાદ પાછી ખેંચી લેશે. જોકે, વર્ષા વસાવાએ માફી માંગવાનો ઇનકાર કરીને કેસ લડવાની તૈયારી દર્શાવી છે.

આ ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય ષડયંત્ર તરીકે ગણાવવામાં આવી

આ ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય ષડયંત્ર તરીકે ગણાવવામાં આવી રહી છે. AAPનો દાવો છે કે ચૈતર વસાવાની ધરપકડ ભાજપના રાજકીય વેરનું પરિણામ છે, ખાસ કરીને વિસાવદર બાયપોલમાં AAPની તાજેતરની જીત બાદ ચૈતર વસાવાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસ સ્થાનિક નિમણૂકના વિવાદને લઈને રાજકીય રીતે પ્રેરિત છે. જોકે, સરકારી વકીલે ચૈતર વસાવાના ગુનાહિત રેકોર્ડનો હવાલો આપ્યો, જેમાં 2014થી 18 અલગ-અલગ ગુનાઓ, જેમ કે લૂંટ, હુમલો, અને સરકારી અધિકારીઓને રોકવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Ahmedabad: લકઝરી બસમાં ઓવરલોડ સામાન બન્યો એકટીવા ચાલકના મોતનું કારણ

Tags :
Advertisement

.

×