AAP MLA Chaitar Vasava ને હજુ પણ રહેવું પડશે જેલમાં, જાણો શું છે કારણ
- AAP MLA Chaitar Vasava ની હાઈકોર્ટમાં જામીન અરજી પર નહીં થાય સુનાવણી
- ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી રહેશે અળગા
- આજે ચૈતર વસાવાની જામીન અરજી પર હાથ ધરાવાની હતી સુનાવણી
AAP MLA Chaitar Vasava ને હજુ પણ જેલમાં રહેવું પડશે. AAP MLA ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થશે નહિ. ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી અળગા રહેશે. આજે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતી. આગામી 11 સપ્ટેમ્બરનાં રોજ ચૈતર વસાવાની નિયમિત જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
AAP MLA Chaitar Vasavaની અરજી પર સુનાવણી
ભાજપ નેતા Sanjay Vasava સાથે ઝપાઝપી બાદ મામલો ઉગ્ર બન્યો
ઘટના બાદ Chaitar Vasava ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી
Chaitar Vasava દ્વારા Gujarat High Court માં જામીન અરજી કરવામાં આવી | Gujarat First#ChaitarVasava #AAPvsBJP… pic.twitter.com/AZNbvHo3vt— Gujarat First (@GujaratFirst) August 28, 2025
ભાજપના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી
ચૈતર વસાવા જામીન લઈને AAP પ્રવકતા કરણ બારોટની પ્રતિક્રિયા સામે આવી છે. ડૉ કરણ બારોટે જણાવ્યું છે કે ભાજપના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી. ચૈતર વસાવા સમગ્ર ગુજરાત અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ છે. ચૈતર વસાવા મજબૂતાઈથી જલ્દી બહાર આવશે. ભાજપ દ્વારા ચૈતર વસાવાને બે વિકલ્પ આપવામાં આવ્યાના આક્ષેપ થયા છે. ભાજપમાં જોડાઓ અથવા જેલમાં જાઓ. આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે. ભાજપ સામે અવાજ ઉઠાવ્યો માટે ભાજપે તેમને જેલમાં નાખ્યા છે. ચૈતર વસાવા બહાર આવશે અને ડબલ જોરથી અવાજ ઉઠાવશે.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ રહેવું પડશે જેલમાં | Gujarat First@AamAadmiParty #ChaitarVasava#AAPMLA #GujaratHighCourt #BailHearing #LawyersStrike #Ahmedabad #gujaratfirst pic.twitter.com/oJPqOhZZSp
— Gujarat First (@GujaratFirst) August 28, 2025
AAP MLA Chaitar Vasava: ડેડીયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખે ફરિયાદ કરી હતી
ઉલ્લેખનીય છે કે, 'લાફાકાંડ' માં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતનાં (Dediapada Taluka Panchayat) પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્યની ધરપકડ કરી હતી. ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ચૈતર વસાવા પર વર્ષ 2023 માં વનકર્મીને માર મારવાનો પણ આરોપ છે.
આ પણ વાંચો: શું છે Nano Banana જેના વખાણ કરી રહ્યાં છે Sundar Pichai


