ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AAP MLA Chaitar Vasava ને હજુ પણ રહેવું પડશે જેલમાં, જાણો શું છે કારણ

AAP MLA Chaitar Vasava ની હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થશે નહિ
11:51 AM Aug 28, 2025 IST | SANJAY
AAP MLA Chaitar Vasava ની હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થશે નહિ
AAP, MLA, Chaitar Vasava, BJP, Dediapada, Gujarat Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

AAP MLA Chaitar Vasava ને હજુ પણ જેલમાં રહેવું પડશે. AAP MLA ચૈતર વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થશે નહિ. ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી અળગા રહેશે. આજે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતી. આગામી 11 સપ્ટેમ્બરનાં રોજ ચૈતર વસાવાની નિયમિત જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

ભાજપના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી

ચૈતર વસાવા જામીન લઈને AAP પ્રવકતા કરણ બારોટની પ્રતિક્રિયા સામે આવી છે. ડૉ કરણ બારોટે જણાવ્યું છે કે ભાજપના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી. ચૈતર વસાવા સમગ્ર ગુજરાત અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ છે. ચૈતર વસાવા મજબૂતાઈથી જલ્દી બહાર આવશે. ભાજપ દ્વારા ચૈતર વસાવાને બે વિકલ્પ આપવામાં આવ્યાના આક્ષેપ થયા છે. ભાજપમાં જોડાઓ અથવા જેલમાં જાઓ. આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે. ભાજપ સામે અવાજ ઉઠાવ્યો માટે ભાજપે તેમને જેલમાં નાખ્યા છે. ચૈતર વસાવા બહાર આવશે અને ડબલ જોરથી અવાજ ઉઠાવશે.

AAP MLA Chaitar Vasava: ડેડીયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખે ફરિયાદ કરી હતી

ઉલ્લેખનીય છે કે, 'લાફાકાંડ' માં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતનાં (Dediapada Taluka Panchayat) પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્યની ધરપકડ કરી હતી. ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ચૈતર વસાવા પર વર્ષ 2023 માં વનકર્મીને માર મારવાનો પણ આરોપ છે.

આ પણ વાંચો: શું છે Nano Banana જેના વખાણ કરી રહ્યાં છે Sundar Pichai

 

Tags :
AAPAAP MLA Chaitar VasavaBJPChaitar VasavadediapadaGujarat FirstGujarat GujaratGujarat NewsGujarati NewsGujarati Top NewsMLATop Gujarati News
Next Article