Aaryavir Sehwag:દિગ્ગજ ક્રિકેટરના પુત્રએ ફટકારી બેવડી સદી
- આર્યવીર સેહવાગે શાનદાર બેટિંગ કરી
- કૂચ બિહાર ટ્રોફી ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી.
- સેહવાગના પુત્રએ મચાવી ધૂમ
Aaryavir Sehwag Double Century:વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર તેના પિતાના પગલે ચાલી રહ્યો છે. આર્યવીર સેહવાગે શાનદાર બેટિંગ કરી અને કૂચ બિહાર ટ્રોફી ટૂર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી. આર્યવીરે શાનદાર બેટિંગ કરી અને તેની ઈનિંગ દરમિયાન 34 ચોગ્ગા અને બે ગગનચુંબી છગ્ગા ફટકાર્યા.
આર્યવીરની તોફાની બેટિંગ
ખાસ વાત એ છે કે આર્યવીર દિવસની રમતના અંત સુધી ક્રિઝ પર રહ્યો અને 200 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. આર્યવીરની તોફાની બેટિંગના કારણે દિલ્હીની ટીમ મેઘાલય સામે ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.
Aaryavir Sehwag blasts 200* as Delhi take control against Meghalaya in the Cooch Behar Trophy! Delhi lead by 208 at 468/2. The Sehwag legacy continues! #CoochBeharTrophy #AaryavirSehwag #SehwagLegacy #DelhiCricket #DoubleCentury #VirenderSehwag https://t.co/keHsZ2LzKH
— Syllad (@Sylladofficial) November 21, 2024
આ પણ વાંચો -AUS vs IND:યશસ્વી જયસ્વાલ રચશે ઈતિહાસ, તુટશે 10 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
સેહવાગના પુત્રએ મચાવી ધૂમ
પોતાના પિતાની જેમ આર્યવીરે પણ કૂચ બિહાર ટ્રોફીમાં બેટથી ઘણો ધૂમ મચાવી છે. દિલ્હી તરફથી રમતા આર્યવીરે શાનદાર બેટિંગ કરી અને બેવડી સદી(Aaryavir Sehwag Double Century) ફટકારી. આ ઈનિંગ દરમિયાન, સેહવાગના પુત્રએ 34 વખત બાઉન્ડ્રી લાઈનની પાર બોલ લીધો અને તેના બેટમાંથી બે આકાશી છગ્ગા પણ આવ્યા. આર્યવીર દિવસની રમતના અંત સુધી 200 રન બનાવ્યા બાદ પણ ક્રિઝ પર રહ્યો હતો. તેની ઈનિંગના કારણે દિલ્હીએ મેઘાલય સામે રમાઈ રહેલી મેચમાં પ્રથમ દાવના આધારે 208 રનની મોટી લીડ મેળવી લીધી છે. દિલ્હીએ માત્ર બે વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 468 રન બનાવી લીધા છે.
આ પણ વાંચો -Virat Kohli ની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી હડકંપ
અર્ણવ સાથે અદ્ભુત ભાગીદારી
આર્યવીરે દિલ્હીની ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. તેને બીજા છેડેથી અર્ણવ બગ્ગાનો પણ સારો સાથ મળ્યો અને બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 180 રનની ભાગીદારી કરી. અર્ણવે પણ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી અને 114 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આર્યવીરે 87ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને મેઘાલયના બોલરોને ગંભીરતાથી લીધા. આર્યવીરે વિનુ માંકડ ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને તે પહેલી જ મેચમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો હતો. બેટિંગ કરતી વખતે તેને 49 રનની જોરદાર ઈનિંગ રમી હતી, જેના આધારે દિલ્હી મણિપુર સામે વિજય નોંધાવવામાં સફળ રહ્યું હતું.


