Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat High Court ની નર્સિંગ સ્ટાફ ભરતીની આન્સર કી વિવાદ પર લાલ આંખ : GTUની પરીક્ષામાં ‘ABCD’ પેટર્ન પર આશંકા

નર્સિંગ ભરતીમાં ‘ABCD’ વિવાદ : Gujarat High Court એ GTU અને આરોગ્ય વિભાગને ઝાટક્યા
gujarat high court ની નર્સિંગ સ્ટાફ ભરતીની આન્સર કી વિવાદ પર લાલ આંખ   gtuની પરીક્ષામાં ‘abcd’ પેટર્ન પર આશંકા
Advertisement
  • નર્સિંગ ભરતીમાં ‘ABCD’ વિવાદ : Gujarat High Court એ GTU અને આરોગ્ય વિભાગને ઝાટક્યા
  • ગુજરાત હાઈકોર્ટની નર્સિંગ પરીક્ષા પર લાલ આંખ: ‘ABCD’ આન્સર કી પર આશંકા
  • નર્સિંગ ભરતીમાં અનિયમિતતા : 56,000 ઉમેદવારોની પરીક્ષા પર હાઈકોર્ટનો સવાલ
  • GTUની નર્સિંગ પરીક્ષામાં ‘ABCD’ ગોઠવણ : હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો
  • નર્સિંગ ભરતીનો ‘ABCD’ પર આશંકા : હાઈકોર્ટમાં નવેસરથી પરીક્ષાની માંગ

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા નર્સિંગ સ્ટાફની ભરતી માટે લેવાયેલી પરીક્ષાની આન્સર કીમાં ‘ABCD’ની વિવાદાસ્પદ પેટર્નને લઈને ગુજરાત હાઈકોર્ટે ( Gujarat High Court ) આકરી નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે આન્સર કીની સતત ‘ABCD, ABCD’ પેટર્ન પર આશંકા વ્યક્ત કરી અને પ્રાથમિક રીતે મત આપ્યો કે આ પેટર્ન કોઈ ચોક્કસ વ્યક્તિઓને ફાયદો પહોંચાડવા માટે ગોઠવાઈ હોવાની શક્યતા છે. આ મામલે 50થી વધુ ઉમેદવારોએ હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરીને સમગ્ર ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને ગુજરાતી વિષયની પરીક્ષા નવેસરથી યોજવાની માંગ કરી છે. હાઈકોર્ટે એડવોકેટ જનરલને તાત્કાલિક કોર્ટમાં હાજર થવા તેડું મોકલ્યું છે. આ મામલે રાજ્ય સરકાર તેમજ આરોગ્ય વિભાગને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગે ઓક્ટોબર 2024માં સરકારી હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સમાં 1,903 નર્સિંગ સ્ટાફની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. આ ભરતી માટે 9 ફેબ્રુઆરી, 2025ના રોજ GTU દ્વારા રાજ્યભરમાં 56,000થી વધુ ઉમેદવારો માટે બે પરીક્ષાઓ લેવામાં આવી હતી. આમાં એક પરીક્ષા નર્સિંગ વિષયની (100 માર્ક્સ) અને બીજી ગુજરાતી વિષયની (100 માર્ક્સ) હતી. ઉમેદવારોને નર્સિંગ પરીક્ષા અંગે કોઈ વાંધો ન હતો, પરંતુ ગુજરાતી વિષયની પરીક્ષાની આન્સર કી જાહેર થતાં વિવાદ ઊભો થયો.

Advertisement

આ પણ વાંચો- Rajkot : ખાણખનીજ વિભાગ સામે લાગ્યા ગંભીર આક્ષેપો, અધિકારીઓના હપ્તા રાજના કારણે સામાન્ય લોકો પરેશાન

Advertisement

100 પ્રશ્નોના જવાબ સતત ‘ABCD’ના ક્રમમાં

માર્ચ 2025માં જાહેર થયેલી ફાઈનલ આન્સર કીમાં ગુજરાતી વિષયના તમામ 100 પ્રશ્નોના જવાબ સતત ‘ABCD’ના ક્રમમાં હોવાનું જણાયું હતુ. ચાર અલગ-અલગ પ્રશ્નપત્રોના સેટમાં, એક સેટમાં તમામ 100 પ્રશ્નોના જવાબ ‘A, B, C, D’ના ક્રમમાં હતા, જ્યારે બાકીના ત્રણ સેટમાં આ ક્રમ ત્રીજા પ્રશ્નથી શરૂ થતો હતો. આ અસામાન્ય પેટર્ને ઉમેદવારોમાં શંકા જન્માવી અને તેમણે આરોપ લગાવ્યો કે આન્સર કીમાં જાણીજોઈને હેરફેર કરીને ચોક્કસ ઉમેદવારોને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થયો છે.

Gujarat High Court ની નારાજગી અને આશંકા

50થી વધુ ઉમેદવારોએ એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. જેમાં આન્સર કીની ગોઠવણને “બાયસ્ડ અને અનફેર” ગણાવી હતી. અરજદારોએ દાવો કર્યો કે આવી સતત ‘ABCD’ પેટર્ન માત્ર યોગાનુયોગ હોઈ શકે નહીં અને તેમાં “જાણીજોઈને માનવીય હસ્તક્ષેપ”ની શક્યતા છે. હાઈકોર્ટે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને પ્રાથમિક રીતે મત આપ્યો કે આ પેટર્ન કોઈ ચોક્કસ વ્યક્તિઓને ફાયદો પહોંચાડવા માટે ગોઠવાઈ હોવાની આશંકા છે. કોર્ટે એડવોકેટ જનરલને તાત્કાલિક હાજર થવા આદેશ આપ્યો અને રાજ્ય સરકાર તેમજ આરોગ્ય વિભાગને પક્ષકાર બનાવ્યા.

GTUનો રિપોર્ટ અને આરોગ્ય મંત્રીનું વલણ

આ વિવાદ બાદ GTUએ આરોગ્ય વિભાગને એક વિગતવાર રિપોર્ટ સોંપ્યો, જેમાં ઉમેદવારોના માર્ક્સ, જવાબવહી, અને પરીક્ષાના પેપર ડિઝાઈનની વિગતો સામેલ છે. GTUના રજિસ્ટ્રાર ડૉ. કે.એન.ખેરે જણાવ્યું હતું કે, “પેપર સેટ કરનાર સિક્વન્સ સેટ કરવાનું ભૂલી ગયા હશે,” પરંતુ આ નિવેદનને ઉમેદવારોએ અપૂરતું ગણાવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા હતા અને જણાવ્યું હતું કે રિપોર્ટની વિગતવાર સમીક્ષા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આરોગ્ય વિભાગે હજુ સુધી ભરતી પ્રક્રિયા માન્ય રાખવી કે રદ કરવી તે અંગે સ્પષ્ટતા કરી નથી, જેના કારણે ઉમેદવારો મૂંઝવણમાં છે.

આ પણ વાંચો- Ahmedabad : સ્તન કેન્સર અંગે જાગૃતિ માટે ‘ધ પિંક રન’નું આયોજન, ત્રણ શ્રેણીમાં યોજાશે દોડ

Tags :
Advertisement

.

×