સ્મૃતિ મંધાના અને અભિષેકએ રચ્યો ઈતિહાસ, જે પહેલા ક્યારે નથી થયુ તે કરીને બતાવ્યું
- અભિષેક શર્મા અને સ્મૃતિ મંધાનાને રચ્યો ઈતિહાસ (ICC Player of Month)
- બંને પ્લેયરોએ ICCનો પ્લેયર ઓફ ધ મન્થ પુરસ્કાર જીત્યો
- બંને ખેલાડીઓએ ઓપનિંગ બેસ્ટમેન તરીકે કર્યું હતુ શાનદાર પ્રદર્શન
- બે ખેલાડીઓને બે વખત સન્માન મળવાનો ઈતિહાસમાં પ્રથમ કિસ્સો
ICC Player of Month : ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા અને સ્ટાર મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ બંને ખેલાડીઓએ સપ્ટેમ્બર 2025 મહિના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નો 'પ્લેયર ઑફ ધ મન્થ' પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે. બંને ખેલાડીઓએ પાછલા મહિને પુરુષ અને મહિલા ટીમ માટે ઓપનિંગ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ બીજી વખત છે જ્યારે એક જ મહિનામાં ભારતના પુરુષ અને મહિલા વર્ગના ખેલાડીઓએ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો હોય. જાન્યુઆરી 2021 માં આ પુરસ્કારની શરૂઆત થઈ ત્યારથી આ એક અનોખી ઉપલબ્ધિ છે. અગાઉ જૂન 2024 માં પણ આવું બન્યું હતું, જ્યારે મંધાનાએ પ્રથમ વખત આ પુરસ્કાર જીત્યો હતો અને પુરુષ વર્ગમાં જસપ્રીત બુમરાહને આ સન્માન મળ્યું હતું. આ બેવડી જીત સાથે, ભારત એક જ મહિનામાં પુરુષ અને મહિલા બંને પુરસ્કારો બે વખત જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
Explosive with the bat and in 🔝 form! 💪
Congratulations to #TeamIndia batter Abhishek Sharma on being named the ICC Men's Player of the Month for September 2025! 👏👏@IamAbhiSharma4 pic.twitter.com/M1Jri2kjZC
— BCCI (@BCCI) October 16, 2025
અભિષેક શર્માનું રેકોર્ડ પ્રદર્શન (ICC Player of Month)
પુરુષ વર્ગમાં, અભિષેક શર્માને તેમની વિસ્ફોટક બેટિંગ માટે આ પુરસ્કાર મળ્યો. તેમણે સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ ભારતને એશિયા કપ 2025 જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અભિષેકે ટૂર્નામેન્ટમાં 314 રન બનાવ્યા, જે એક નવો રેકોર્ડ છે. તેમણે 44.85 ની સરેરાશથી બેટિંગ કરી, જ્યારે તેમનો સ્ટ્રાઇક-રેટ આશ્ચર્યજનક 200 નો રહ્યો, જેમાં ત્રણ અર્ધશતકનો સમાવેશ થાય છે.
મંધાનાની રેકોર્ડબ્રેકિંગ ફોર્મ (ICC Player of Month)
- મહિલા વર્ગમાં, સ્મૃતિ મંધાનાએ પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખી.
- તેમણે ઓસ્ટ્રેલિયા સામેની દ્વિપક્ષીય વન-ડે સીરિઝમાં બે સદી ફટકારી.
- આ સદીઓમાં મહિલા વન-ડેની સૌથી ઝડપી સદી પણ સામેલ છે.
- કુલ મળીને, તેમણે ચાર વન-ડે મેચોમાં 308 રન બનાવ્યા, જેમાં બે સદી અને એક અર્ધશતક સામેલ છે.
A run machine at the top! 👏
Congratulations to #TeamIndia vice-captain Smriti Mandhana on being named the ICC Women's Player of the Month for September 2025! 🙌 @mandhana_smriti pic.twitter.com/iOIqwuq0MK
— BCCI Women (@BCCIWomen) October 16, 2025
ભારતે તોડ્યો ઇંગ્લેન્ડનો રેકોર્ડ
આ બેવડા પુરસ્કાર સાથે, ભારતે ICC પ્લેયર ઑફ ધ મન્થ પુરસ્કાર જીતવાના મામલે ઇંગ્લેન્ડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારત હવે કુલ 19 વખત આ પુરસ્કાર જીતનારો દેશ બની ગયો છે, જે ઇંગ્લેન્ડના 17 પુરસ્કારો કરતાં વધુ છે. અભિષેકની જીત સાથે, ભારત હવે 10 પુરુષ વિજેતાઓ ધરાવતો પ્રથમ દેશ પણ બન્યો છે. અભિષેક પહેલાં પુરુષ વિજેતાઓમાં રિષભ પંત, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ સહિત 9 અન્ય ખેલાડીઓ આ પુરસ્કાર જીતી ચૂક્યા છે, જ્યારે મહિલા વિજેતાઓમાં મંધાનાની સાથે હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Commonwealth Games :2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદનાં આંગણે


