DUSUની ચૂંટણીમાં ફરી એકવાર ABVPનો દબદબો, ABVPના આર્યન માન પ્રમુખ તરીકે ચૂંટાયા
- દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી ( DUSU )માં ABVPનો દબદબો રહ્યો છે
- દિલ્હી યુનિવર્સિટીમાં 30મી DUSU ચૂંટણીમાં, ABVP ના આર્યન માન પ્રમુખ પદે જીત્યા
- NSUI ના રાહુલ ઝાંસાલાએ ઉપપ્રમુખ પદે જીત મેળવી
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPનો દબદબો રહ્યો છે. દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ની ચૂંટણીમાં ABVP એ પ્રમુખ સહિત ત્રણ પદો જીત્યા છે. DUSU ના પ્રમુખપદની ચૂંટણીમાં આર્યન માને જોસેલિન નંદિતા ચૌધરીને હરાવી હતી. દિલ્હી યુનિવર્સિટીમાં 30મી DUSU ચૂંટણીમાં, ABVP ના આર્યન માન પ્રમુખ પદે જીત્યા. NSUI ના રાહુલ ઝાંસાલાએ ઉપપ્રમુખ પદે જીત મેળવી. ABVP એ સંયુક્ત સચિવ(જોઇન્ટ સેક્રેટરી) અને સચિવ પદ (સેક્રેટરી પણ મેળવ્યું.અમિત શાહે DUSU ચૂંટણીમાં પ્રચંડ વિજય બદલ ABVP કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે.
DUSUની ચૂંટણીમાં ફરી એકવાર ABVPનો દબદબો
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPનો દબદબો રહ્યો છે. દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ની ચૂંટણીમાં ABVP એ પ્રમુખ સહિત ત્રણ પદો જીત્યા છે.2025 ની ચૂંટણીમાં ૫૨ કેન્દ્રોના 195 મતદાન મથકો પર મતદાન થયું. 36 કોલેજો અને વિભાગોમાં સવારનું સત્ર સવારે 8:30 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યું, જ્યારે આઠ કોલેજોમાં સાંજનું સત્ર બપોરે 3:૦૦ વાગ્યે શરૂ થયું અને સાંજે 7:30 વાગ્યે સમાપ્ત થયું. બપોર સુધીમાં, 43 મતદાન મથકોમાંથી ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM) ગણતરી કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા હતા, જેમાં કુલ ૧,૩૩,૪૧૨ મતદાન નોંધાયું હતું. અત્યાર સુધીમાં, ૫૨,૬૩૫ મતદાન પ્રાપ્ત થયું છે, જેના પરિણામે આશરે ૩૯.૪૫ ટકા મતદાન થયું છે.
DUSU ના મુખ્ય ચૂંટણી અધિકારી આપ્યું નિવેદન
DUSU ના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રો. રાજ કિશોર શર્માએ જણાવ્યું હતું કે એકંદર મતદાન પ્રક્રિયા સફળ રહી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "બધા મતદાન મથકો પર સતત દેખરેખ રાખવામાં આવી હતી, અને CCTV કવરેજ સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. બહુહેતુક હોલમાં મત ગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.દિવસભર સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહી, કેમ્પસમાં 600 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત હતા, જેમાંથી કેટલાક બોડી કેમેરા પહેરેલા હતા. કેમ્પસ પર નજર રાખવા માટે ડ્રોન અને CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન પછી, યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બહુહેતુક હોલમાં EVM સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવ્યા હતા.
મતદાન દરમિયાન EVM સાથે ચેડાં કરવાના આરોપો
નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પર EVM સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે હંસરાજ અને કિરોડી માલ કોલેજોમાં ABVP ઉમેદવારોના નામની બાજુમાં વાદળી શાહીના નિશાન મળી આવ્યા હતા. ABVP એ આ આરોપોને "પાયાવિહોણા અને નિરાશાજનક" ગણાવ્યા હતા અને DUSU ની ચારેય બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: હું પાકિસ્તાન ગયો હતો, ત્યા મને બિલ્કુલ ઘર જેવું લાગ્યું; Sam Pitroda નું વિવાદાસ્પદ નિવેદન


