અમદાવાદની JG યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓ વિરોધી નીતિના આક્ષેપ
- ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો વિરોધ
- વિરોધના પગલે યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- ABVPના કાર્યકરો કોઈ આતંકવાદી નથીઃ ABVP કાર્યકર
અમદાવાદની JG યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. જેમાં વિદ્યાર્થીઓ વિરોધી નીતિના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. તેમાં ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે વિરોધના પગલે યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ ABVP કાર્યકરોએ જણાવ્યું છે કે ABVPના કાર્યકરો પર કરાયેલા હુમલાનો વિરોધ છે. ABVPના કાર્યકરો કોઈ આતંકવાદી નથી.
JG યુનિવર્સિટી પર ABVPનો હલ્લાબોલ
JG યુનિવર્સિટી પર ABVPનો હલ્લાબોલ થતા ગેટ પર પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ છે. ત્યારે ભીડ બેકાબૂ થતાં JCP-DCP પહોચ્યાં છે. તથા કોલેજનું ડેલીગેશન વિદ્યાર્થીઓને મળવા આવ્યુ છે. અમદાવાદમાં મારામારી ઘટના સામે આવતી હોય છે, ત્યારે જે. જી. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં ABVP કાર્યકરો પર હુમલો કરનાર 5 થી 6 સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.
જાણો અગાઉની JG યુનિવર્સિટીની ઘટના
જે.જી. યુનિવર્સિટી ખાતે કારોબારી ઘોષણા કરવા ગયેલા ABVPના કાર્યકરોને કોલેજના સંચાલકોએ કેમ્પસની બહાર જઈને કાર્યક્રમ કહેવા જણાવ્યું હતું. જેને લઈને ABVPના કાર્યકરો અને કોલેજના સંચાલકો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. આ દરમિયાન જે.જી. યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ્સે ABVPના કાર્યકરોને ડંડા વડે માર માર્યો હોવાનો આરોપ છે. સમગ્ર ઘટનામાં કેટલાક કાર્યકરો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવ અંગે જાણ થતાં વસ્ત્રાપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મારામારીની ઘટનાને લઈને સિક્યુરિટી ગાર્ડ્સ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને પોલીસે આગાળની કાર્યવાહી હાથ ધરી હતી.
ABVPના 7 જેટલા કાર્યકર્તાઓને ગંભીર ઈજાઓ થઈ હતી
10 ઓક્ટોબરે JG યુનિવર્સિટીમાં અભિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે હુમલો કર્યાનો ABVPએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. ABVPના 7 જેટલા કાર્યકર્તાઓને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચો: AAP MLA ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય, હડદડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર


