Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Accident : શાહરૂખની ફિલ્મ સ્વદેશની અભિનેત્રી ગાયત્રી જોશીનો થયો અકસ્માત, 2 લોકોએ જીવ ગુમાવ્યા, Video

ફિલ્મ સ્વદેશ ફેમ ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોયની કારનો અકસ્માત થયો હતો. એક વરિષ્ઠ યુગલનું તેમની કારથી મોત થયું હતું. આ અકસ્માત ઈટાલીના સાર્દિનિયા શહેરમાં થયો હતો. ગાયત્રીએ ફ્રી પ્રેસ જર્નલ પોર્ટલ સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ...
accident   શાહરૂખની ફિલ્મ સ્વદેશની અભિનેત્રી ગાયત્રી જોશીનો થયો અકસ્માત  2 લોકોએ જીવ ગુમાવ્યા  video
Advertisement

ફિલ્મ સ્વદેશ ફેમ ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોયની કારનો અકસ્માત થયો હતો. એક વરિષ્ઠ યુગલનું તેમની કારથી મોત થયું હતું. આ અકસ્માત ઈટાલીના સાર્દિનિયા શહેરમાં થયો હતો. ગાયત્રીએ ફ્રી પ્રેસ જર્નલ પોર્ટલ સાથે વાત કરતા આ વાતની પુષ્ટિ કરી. તેણે કહ્યું કે તે અને તેનો પતિ આ અકસ્માતમાં બચી ગયા છે અને એકદમ સ્વસ્થ છે. તેમણે જણાવ્યું કે સારડિનિયામાં એક બહુવિધ કાર અથડામણ થઈ હતી જેમાં એક સ્વિસ દંપતીએ જીવ ગુમાવ્યો હતો જ્યારે તેમની ફેરારીમાં અથડામણ બાદ આગ લાગી હતી. અકસ્માત અંગે માહિતી આપતા ગાયત્રીએ જણાવ્યું કે, જ્યારે અમારો અકસ્માત થયો ત્યારે વિકાસ અને હું ઈટલીમાં હતા. ભગવાનની કૃપાથી અમે બંને એકદમ ઠીક છીએ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે લમ્બોર્ગિની અને ફેરારીની ટક્કર થઈ અને ફેરારી પલટી ગઈ જેના કારણે તેમાં આગ લાગી ગઈ.ગાયત્રી અને તેના પતિ લમ્બોરગીનીમાં મુસાફરી કરી રહ્યા હતા.

Advertisement

Advertisement

ગાયત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

ગાયત્રીએ વર્ષ 2000 માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો અને 2004 માં તેણે ફિલ્મ સ્વદેશથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાનની સામે ગીતાના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવારીકર હતા. આ ફિલ્મને વિવેચકો દ્વારા વખાણવામાં આવી હતી, જોકે તે અપેક્ષા મુજબ વધુ કમાણી કરી શકી ન હતી. ગાયત્રીને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો પરંતુ તેમ છતાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ વહેલી છોડી દીધી હતી. તેણે માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું હતું. આ પછી તેણે બિઝનેસમેન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા. તે બે બાળકોની માતા છે. મુંબઈમાં કેટલીક ઈવેન્ટ્સમાં ગાયત્રી ક્યારેક જાહેરમાં જોવા મળે છે.

આ પણ વાંચો : Flood : સિક્કિમમાં અચાનક પૂરના કારણે સેનાના 23 જવાન ગૂમ, સર્ચ ઓપરેશન ચાલુ

Tags :
Advertisement

.

×