Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Accident : મુંબઈમાં ગંભીર અકસ્માત, કાર પોલ સાથે અથડાઈ, 5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

ગઈકાલે રાત્રે, મુંબઈના કુર્લા વિસ્તારમાં એક ઝડપી અર્ટિગા કાર ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી અને કારના બે ટૂકડા થઇ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં બેઠેલી 2 યુવતીઓ સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નહેરુ નગર પોલીસની મદદથી તમામ...
accident   મુંબઈમાં ગંભીર અકસ્માત  કાર પોલ સાથે અથડાઈ  5 લોકો ગંભીર ઈજાગ્રસ્ત
Advertisement

ગઈકાલે રાત્રે, મુંબઈના કુર્લા વિસ્તારમાં એક ઝડપી અર્ટિગા કાર ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી અને કારના બે ટૂકડા થઇ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં બેઠેલી 2 યુવતીઓ સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નહેરુ નગર પોલીસની મદદથી તમામ ઘાયલોને નજીકની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

કાર પોલ સાથે અથડાઈ

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના રાત્રે લગભગ 12 વાગે ત્યારે થઈ જ્યારે અર્ટિગા ખૂબ જ તેજ ગતિએ ચેમ્બુર તરફ જઈ રહી હતી. કાર SCLR બ્રિજ પર પહોંચી કે તરત જ તેણે નિયંત્રણ ગુમાવ્યું અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ. સ્પીડ એટલી ઝડપી હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વાહનની સ્થિતિ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ટક્કર કેટલી ઝડપથી થઈ હશે. જો કે, જ્યારે અર્ટિગાને પોલ પરથી બહાર કાઢવામાં આવી ત્યારે કારના બે ટૂકડા થઇ ગયા હતા.

Advertisement

કારમાં પાંચ લોકો હતા

લગભગ 1 કલાકના અથાક પ્રયાસો બાદ વીજ પોલમાં ફસાયેલ વાહનને બહાર કાઢી શકાયું હતું. આ પછી કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત થયો ત્યારે કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Rudraprayag Accident : ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનનો કાટમાળ કાર પર પડ્યો, 5 શ્રદ્ધાળુઓના મોત

Tags :
Advertisement

.

×